Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબીમાં નવનિર્મિત્ત ગાયત્રી ચેતના કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કાર સભા યોજાઇ

શાળાના વિદ્યાર્થીઓએ શહિદ પરિવાર માટે રૂ.૨૫૦૦૦/-નું ફંડ એકત્ર કર્યું

મોરબી,તા.૧૪: ગાયત્રી પરિવાર મોરબી દ્વારા મોરબી ખાતે નવનિર્મિત ગાયત્રી ચેતના કેન્દ્રના ઉદ્દ્યાટન પ્રસંગે બાળકોને સંસ્કાર આપવા માટે સંસ્કાર સભા યોજાઈ હતી જેમાં શાંતિકુંજ હરિદ્વારથી પધારેલા વકતાઓ વિરેશ્વર ઉપાધ્યાય અને દીનાબેન ત્રિવેદીએ માર્ગદર્શન આપ્યું હતું

ગાયત્રી પરિવારના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા સમાજ, વ્યકિત અને પરિવાર નિર્માણ માટે કાર્ય કરે છે જેમાં આધ્યાત્મિકતા થકી વ્યકિત વિકાસ અને પરિવારમાં કલહ દુર કરી તેમજ બાળકોને સંસ્કાર આપી ઋષિ મુનિઓની સંસ્કાર પરંપરા જે લુપ્ત થઇ રહી છે તેને પુનઃ જાગૃત કરવા સંસ્થા કાર્યરત હોવાનું હરિદ્વારથી પધારેલા વકતા દીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું સંસ્કાર સભામાં મોટી સંખ્યામાં વાલીઓ પધાર્યા હતા.

સંસ્કાર સભામાં વાલી વિભાબેન વડગામાએ હૈદરાબાદ દુષ્કર્મની દ્યટના અંગે જણાવ્યું હતું કે આ દ્યટના ખુબ જ દુખદ અને નિંદનીય છે જોકે તેના માટે કોઈ વ્યકિત, પોલીસ, કે મહિલાને બ્લેમ કરી સકાય નહિ, આજના સમયમાં ફિલ્મ, ઇન્ટરનેટના પ્રભાવથી આવી દ્યટનાઓ વધી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ગાયત્રી પરિવારના સંસ્કારલક્ષી કાર્યો જરૂરી છે બાળકોને સંસ્કાર આપવાથી જ આવી દ્યટનાઓ રોકી શકાશે.

શહિદ પરિવાર માટે ફંડ

ભાવનગર જીલ્લાના કાનપુરના વતની દિલીપસિંહજી વીરસંગભાઈ ડોડીયા જમ્મુ કાશ્મીરના અખનુરમાં આર્મીમાં ફરજ બજાવતા હોય અને ૨૯ વર્ષની વયે તેઓ દેશ માટે શહીદ થતા પરિવારને મદદ કરવાના હેતુથી મોરબીની શાળાના વિદ્યાર્થીઓએ ફંડ એકત્ર કર્યું છે

ઓમ શાંતિ વિધાલયના વિદ્યાર્થીઓએ શહીદના પરિવારને મદદ કરવાના હેતુથી ફંડ એકત્ર કર્યું હતું શાળાના ટ્રસ્ટી ટી ડી પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વીર શહીદના પરિવારને આર્થિક સહયોગ આપવા માટે ૨૫ હજારનું ફંડ એકત્ર કર્યું હોય જે રકમ હેતલબેન ડોડીયાના ખાતામાં અર્પણ કર્યું છે

દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદના પરિવારમાં માતા, પત્ની, પુત્રી અને ૩ મોટી બહેનો છે અને ૨૯ વર્ષની વયે દેશ માટે શહીદ થતા ભાવનગર જીલ્લાના કાનપુરમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મોરબીની શાળાના વિદ્યાર્થીઓએ આર્થિક સહયોગ આપીને રાષ્ટ્રભાવના ઉજાગર કરી છે.(

(1:30 pm IST)