Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

લીંબડી નજીક બે બાઇક વચ્ચે ટક્કરઃ ૨ના મોત

વઢવાણ,તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાંબુ અને લક્ષ્મીસર ગામની વચ્ચે મોડી રાત્રીના સમયે નર્મદા કેનાલ ઉપર થી બે બાઇક ચાલકો સામે સામા ધડાકાભેર અથડાતા આ અકસ્માતની દ્યટનામાં ગણપતભાઇ નાથાભાઈ ભરવાડ ને ગંભીર ઈજા પહોંચતા લીંબડી ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જયાં તેમને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ હતા જયારે મયુદ્દીન ભાઈયાકુબભાઈ મીલપરા મેં ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે લીંબડી ખાતે સારવાર માટે લઇ ગયા બાદઙ્ગ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

જયાં સારવાર દરમિયાન માં મોડીરાત્રીના મોત નિપજતા આમાં અકસ્માતમાં બે બાઈક અથડાતા બંને બાઇકચાલકના મોત નિપજયા છે બંને મૃતકો લક્ષ્મીસર ગામ ના રહેવાસી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.(

(1:28 pm IST)