Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ધ્રોલ મહેતા હાઇસ્કુલમાં વાલી મીટીંગ મળી

ધ્રોલ : એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ધ્રોલ ખાતે ધો.૧૦ના વિદ્યાર્થીઓને પરિણામ સુધારવા અંગેની વાલી મીટીંગનું આયોજન કરેલ. જેમાં તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો, અભ્યાસક્રમમાં ધ્યાન આપે, પોતાના સંઘર્ષમાંથી અને સમસ્યામાંથી વિદ્યાર્થી રસ્તો શોધે. નિષ્ફળતાથી ગભરાવું નહી. જીવનમાં બાળકોનો ઉચ્ચ વિકાસ વગેરે બાબતો આચાર્યાશ્રી નીતાબેન રામાનુજ દ્વારા જણાવેલ. એક માતા તરીકે તમારી દિકરીઓને હાલના સંજોગોમાં માતા ખરી દોસ્ત સખી બની શકે અને પ્રેમથી જરૂર જણાય ત્યા લાલ આંખ રાખીને ટકોર કરવી, શિક્ષણ, શિસ્ત, સંસ્કાર આ શાળા આપે છે. આવતા વર્ષે જરૂરીયાત મુજબ સંસ્થામાં ધોરણ ૧૧ સાયન્સ શરૂ તથા બાલમંદિર અંગ્રેજી માધ્યમ શરૂ કરવાની સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ જણાવેલ. બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ ધો.૧૦ના વિદ્યાર્થીઓ તથા વર્ગ શિક્ષકો હાજર રહેલ. મીટીંગનું આયોજન સંસ્થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા અને આચાર્યા નિતાબેન રામાનુજના નેતૃત્વ નીચે સવિતાબેન ગોજિયાએ કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : એચ.બી.કંસારા)

(12:03 pm IST)