Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉનાની સોસાયટી વિસ્તારમા દિપડાના આંટાફેરાઃ હુમલો કરે તે પહેલા પકડવા માગણી

ઉના તા. ૧૩: ઉના દેલવાડા રોડ ઉપર સોસાયટી વિસ્તારમાં મકાનના ફળીયામાં દિપડો ઘુસી જતા રહેવાસી ભયમાં  મુકાયા હતા દિપડો હુમલો કરે તે પહેલા પકડવા માંગણી ઉઠી જવા પામી હતી. ઉનાના સોસાયટી વિસ્તારોમાં કેટલાક  દિવસથી રાત્રીના  આટાફેરા વધી ગયા છે.

રહેણાંક વિસ્તારમાં રાત્રીના દિપડાના આટાફેરા વધી ગયા છે. પાલતુ પશુ, પ્રાણીનો શિકાર કરે છે તેમાં ગઇ કાલે રાત્રીના ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર વિદ્યાનગર સોસાયટીમાં રાત્રીના એક રહેણાક મકાનમાં  રાત્રીના એક દિપડો  શિકાર કરવા મકાનમાં ઘુસી ગયેલ  અને ફળિયામાં આટાફેરા કરતો  હતો. ત્યારે લોકો જોઇ જતા મકાનમાં રહેતા લોકોને જાગૃત કરેલ અને સાવચેત રહેવા કહેલ દિપડો આટો મારી પછી ચાલ્યો ગયો હતો. દિપડો માનવી ઉપર હુમલો કરે તે પહેલા પકડી પાડવા વન  વિભાગને  જાણ કરી છે.

(12:01 pm IST)