Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અલંગના શીપબ્રોકરોએ પ્રધાનમંત્રી તેમજ મંત્રી માંડવીયાની સૌજન્ય મુલાકાત લીધી

 ભાવનગર તા.૧૪ : તાજેતરમાં શીપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝ એશો. (ઈન્ડિયા)ના હોદ્દેદારો શીપ રિસાયકલીંગ બીલ ૨૦૧૯ની પ્રસ્તુતી અને પસાર થવાના અનુસંધાને એશો.ના તમામ સભ્યો વતી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મંત્રી મનસુખભાઇ માંડવીયાને રૂબરૂ મળી આભાર વ્યકત કરેલ અને ઉપરોકત બીલ પ્રસ્તુત કરવા તેમજ તેના અમલીકરણ માટે તમામ શીપ રિસાયકલરો તેમજ બીજા આનુસાંગીક ઉદ્યોગો દ્વારા તેની સરાહના કરેલ છે તેમ જણાવી આભારવ્યકત કરવામાં આવેલ છે.

એશો.ના હોદ્દેદારો દ્વારા એવો વિશ્વાસ વ્યકત કરેલ કે ઉપરોકત ઐતિહાસિક બીલ ના અમલીકરણથી ભાવનગરની જીવાદોરી સમાન સમગ્ર અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગમાં એક નવો પ્રાણવાયુ ફુકાયો છે. જેના લીધે અલંગ શીપ રિસાયકલીંગ ઉદ્યોગો માટે નવી ક્ષિતીજો ખુલશે.

આ નિર્ણયથી અલંગમાં રોજગારીની નવી અનેક તકો ઉભી થશે તેમજ વૈશ્વિક બજારમાં અલંગ શીપ રીસાયકલીંગ ઉદ્યોગ સન્માન થશે એક મજબૂત લીડર તરીકે ઉભરી આવશે. આ બીલના અમલીકરણથી સમગ્ર ઉદ્યોગ દ્વારા અનેક વૈશ્વિક કંપનીઓ અલગ ખાતે તેમના જહાજો મોકલવા પ્રેરાશે અને અલંગના સર્વાંગી વિકાસના પાયા નખાશે.

અલંગના ઉદ્યોગથી પર્યાવરણની વધુ જાળવણી થશે અને ત્યાં કાર્યરત તમામ કામદારોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. હાલમાં અલંગમાં ૧૩૧માંથી ૯૫ જેટલા પ્લોટ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબના સ્વખર્ચે બની ગયેલ છે અને તે પ્રમાણે જ કાયદાનું ચુસ્ત પાલન કરી શીપ રીસાયકલીંગનું કાર્ય કરી રહ્યા છે અને બીજા લગભગ ૧૦-૧૧ પ્લોટોમાં અંતિમ તબકકાનું કાર્ય શરૂ છે. તદુપરાંત જીએમબી દ્વારા અને જાપાનના સહયોગથી બીજા બાકીના પ્લોટમાં પણ આ કામગીરી શરૂ થઇ ચુકી છે. આમ જોતા આગામી ટુંક સમયમાં સમગ્ર અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડ વૈશ્વિક સ્તરે અગ્રણી અને નામના પ્રાપ્ત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરનું બની જશે જે ખરેખર ગૌરવપ્રદ ઘટના છે.

(11:59 am IST)