Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ, રજીસ્ટ્રાર, પ્રોફેસરોની ખાલી જગ્યાઓ વિશે રાજ્યના શિક્ષણમંત્રી અંધારામાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ભુજ તા.૧૪:  કચ્છ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં આવેલા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાસે શિક્ષણ પ્ર'ે રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના આગેવાનોએ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યો ડો. રમેશ ગરવા અને દિપક ડાંગરે અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું કે તેમણે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રૂબરૂ આવેદન પત્ર આપીને તેમ જ મૌખિક રજુઆત કરીને કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ, રજીસ્ટ્રાર, પ્રોફેસરો સહિતની લાંબા સમયથી ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે તે અંગે કરેલી રજુઆતના જવાબમાં ખુદ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ જગ્યા ક્યારે ભરાશે એ વિશે કાંઈ પણ કહી શક્યા નહોતા. કોંગ્રેસના આગેવાનોએ આક્રમક રજુઆત કરીને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ જાડેજાને તેમની જગ્યાઓ ભરાશે તે અંગે તેમની જૂની વીડીયો કલીપ પણ બતાવી હતી. તેમ છતાંયે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ જવાબ દેવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, ડો. રમેશ ગરવા અને દિપક ડાંગર સહિતના કોંગ્રેસી આગેવાનોએ બીજો ચોંકાવનારો આક્ષેપ કચ્છ ભાજપના સાંસદ, રાજયમંત્રી અને ધારાસભ્યો ઉપર કરતાં જણાવ્યું હતું કે, ભાજપના આ આગેવાનોએ કોંગ્રેસની રજુઆત દરમ્યાન તેમણે (ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓએ) રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટ્રારની ખાલી જગ્યાઓ અને અન્ય પ્ર'ો અંગે રજુઆત કરી હોવાનું કહ્યું હતું. ભાજપના આ નેતાઓ ઉપર કટાક્ષ કરતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારમાં કચ્છ ભાજપના આગેવાનોનું કશું ઉપજતું નથી, એટલે જ યુનિવર્સિટી હોય કે પ્રાથમિક, માધ્યમિક શાળાઓ હોય ખાલી જગ્યાઓ ભરાતી નથી. પરિણામે કચ્છના બાળકો અને યુવાનોના શૈક્ષણિક અભ્યાસ સામે અંધારું છવાયેલું છે.

(11:53 am IST)