Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉપલેટામાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ઉપલેટા,તા.૧૪:  પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. વિ.એમ.લગારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.ડી.એસ.કલોતરા તથા હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોંડલીયા,ગગુભાઈ ચારણ,વનરાજભાઈ રગીયા એમ બધા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ઉપલેટા શહેરના ઢાંક માર્ગ પર આવેલ કલ્યાણ સોસાયટીમાં બે શંકાસ્પદ ઈસમો જોવામા આવતા તેની બાજુમા પડેલા થેલામાં ચેક કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા નામ પુછપરછ કરતા (૧)ઈરફાન ઉર્ફે બાડો નુરમામદભાઈ સોઢા રહે યાદેશ્વર ચોક ઉપલેટા (૨) અલ્તાફ ઉર્ફે અપલો ગુલમામદભાઈ જેડા રહે ઢાંક ની ગારી વાળાના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો કુલ નંગ ૪૬ કિંમત રૂપિયા ૧૩૮૦૦ ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા આરોપી અબુ ઉર્ફે ડાડુ અજીતભાઈ જામ રહે ઢાંક ની ગારી વાળાને અટક કરવા પર બાકી છે.

આ કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ.વિ.એમ. લગારીયા સાહેબ,એ.એસ.આઈ. દેવાયતભાઈ કલોતરા,હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગોંડલીયા,ગગુભાઈ ચારણ,વનરાજભાઈ રગીયા સહિતના જોડાયા હતા.(૨૨.૧૨)

 

 

 

કોડીનાર જમીયત ઉલમા દ્વારા CAB ના વિરોધમાં કાળીપટી બાંધી પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન

કોડીનાર તા. ૧૪ : કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરીકતા સુધારા બિલ સીએબી સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આજે જમીયત ઉલમા કોડીનાર દ્વારા પણ સીએબીના કાળા કાયદાના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ધર્મનિરપેક્ષ છબીને હાની પહોચાડવાના કૃત્ય સામે કોડીનાર જમીયત ઉલમા દ્વારા જુમ્માની નમાઝ પછી ઉના ઝાપા ખાતે સીએબીના કાળા કાયદા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી કાળી પટી ધારણ કરી 'બંધારણ બચાઓ', 'ધર્મના નામે ભાગલા પાડવાનું બંધ કરો' 'આ કોમવાદી સીએબીનો કાયદો પરત લ્યો' જેવા વિવિધ પ્લેકાર્ડ દર્શાવી સીએબીના કાયદા વિરૂદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી કોમવાદી અને હિન્દુ-મુસ્લિમ સમાજમાં ભેદભાવ કરતા આ સીએબીનો કાળો કાયદો પરત લેવા માંગણી કરી હતી.

વિરોધ પ્રદર્શનમાં જમીયત ઉલમા કોડીનારના તમામ હોદ્દેદારો, મુસ્લિમ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મૂસ્લિમ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીરઃ અહેવાલ-અશોક પાઠક-કોડીનાર)

(1:49 pm IST)