Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ધોરાજીના ઓસમ પર્વત ઉપર દિપડાના આટાફેરા પરંતુ છાડવાવદર ધોડા સીમમાં દિપડો હોવાની વાત નકારતુ વનવિભાગ

ધોરાજી,તા.૧૪: ધો૨ાજીના ગ્રામીણઙ્ગ વિસ્તામાં દિપડાએ પડાવ નાંખતા ખેડુતો સ્થાનીક લોકોમા ભયનો માહોલ વ્યાપી ગયેલ છે.

ધોરાજી પથંકમાં દિપડાના ધામાના પગલે ખેડુતો સીમ વિસ્તારમાં જતા ડ૨ અનુભવી ૨હ્યા છે ધો૨ાજીના પાટણવાવ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તા૨ો ભોળા, છાડવાવદ૨ , ભાદ૨ કાંઠાના વિસ્તા૨ોનાં જંગલ વિસ્તા૨ોમાં દિપડાએ ૨હેઠાણ બનાવી દીધુ હોય તેમ અવા૨નવા૨ આ વિસ્તા૨માં દિપડા એ ગ્રામજનો એ દેખા દેતા ફફડાટ વ્યાપી ગયેલ છે

ધોરાજી ગામીણ વિસ્તારના લોકો એ જણાવ્યું હતું કે ધોરાજીના ગામીણ વિસ્તારોપાટણવાવ,ભોળા,છાડવાવદ,ભાદર નદી વિસ્તાર ની સીમ મા દિપડા એ ધામા નાખતા દેખા દેતા ખેડૂતો ને રાત્રી ના પાણી વારવા  તથા વાડીએ ૨ખોપુ ક૨તા અને વાડીએ ૨હેતા મજુ૨ોમાં ભય જોવા મળેલ છે અગાઉ પણ ધોરાજીના છાડવાવદર ભોળા તથા ભાદર નદી ના સીમ વિસ્તારમાં મજૂરી કામ કરતા ગરીબ કૂટૂબ ના બે નાના બાળકો ને દિપડો એ ઉપાડી ને ફાડી નાખ્યા ના બનાવો બની ચૂકયા છે ત્યારે વન વિભાગ દ્વારા દિપડાઓને પાજરે પૂરવા માટે નક્કર કાર્યવાહી કરાઈ તેવી માગણી ઉઠવા પામી છે.

આ બાબતે ધોરાજી વન વિભાગના અધિકારીને પૂછતા તેઓએ જણાવેલ કે ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વતની અંદર ના ભાગે દીપડાઓ છે અંદાજે પાંચેક જેટલાં વસતા હોય તેવું જાણવા મળેલ છે પરંતુ ધોરાજીના છાડવાવદર ભોળા વિસ્તારમાં દીપડા આવ્યા હોય તેવી કોઇ ફરિયાદ અમને મળી નથી છતાં પણ અમો આ બાબતે તપાસ કરી રહ્યા છીએ તે વન અધિકારીએ જણાવ્યું હતું.

(11:50 am IST)