Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જસદણઃ જામનગરમાં રાત્રે સૈયદના સાહેબના જન્મોત્સવ નિમિતે વ્હોરા સમાજનું ભવ્ય ઝુલુસ

જસદણ તા.૧૪: દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પર અને ૫૩માં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ના આગામી જન્મોત્સવ અવસરે આજે શનિવારે રાત્રિના જામનગરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આપશે આ અંગે જામનગરના સેવાભાવી વ્હોરા બિરાદરો દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં છે. પીડિતોની કરૂણાનો સાદ સાંભળનાર સમાજના પરમાં દાઇ દિવંગત ડો સૈયદના અબુલ કાઇદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (૨ીઅ)નો ૧૦૯મો અને સમાજના વર્તમાન ૫૩માં દાઇ ડો.અબુ જાફરૂસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફદ્દીન સાહેબ (ત ઉ શ)નો ૭૬મો જન્મદિવસ આગામી તા.૧૭ ડિસેમ્બરના રોજ હોય તે અનુસંધાને દેશ અને દુનિયાના વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામ છેલ્લા ૪૦ દિવસથી સામાજિક, સેવાકીય, ધાર્મિક જેવા અનેક લોકકાર્યો થઇ રહ્યાં છે અત્યારે જામનગર દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે રાત્રીના શહેરની વિખ્યાત સૈફી મસ્જિદેથી એક ઝુલુસ નીકળશે દરબારગઢ થઇ મદરેસા તાહરીયા પહોંચી જયાં કેક કાપી બન્ને મૌલાને વર્ષગાંઠની મુબારકબાદી આપશે જેમાં સમાજના ભાઇઓ અને બાળકો ટોપી,ફેંટો,સાચ, ઇજાગર, કુર્તા, જેવાં શ્વેત વસ્ત્રો ધારણ કરી બહોળી સંખ્યામાં હાલારવાસીઓ જોડાય જગત માટે અગણિત પ્રેમ રાખનારા બંને ધર્મગુરૂઓને હદયપુર્વક યાદ કરશે અને ઉલ્લેખનીય છે કે હાલ ડો સૈયદના સાહેબ પોતાની જન્મભુમિ સુરત શહેરમાં આ જન્મોત્સવ ઉજવવા માટે પોતાના પરિવાર અને તેમના ખાસ અંગતો સાથે આવ્યાં છે ત્યારે સુરતમાં હાલ દેશ વિદેશથી તેમના અનુયાયીઓ બહોળી સંખ્યામાં સુરત આવેલા છે શહેરમાં સૈયદના સાહેબના આગમનથી વેપાર રોજગારને જબરૃં ઉત્તેજન મળ્યું છે અને તેમના સાનિધ્યમાં લોકસેવા પણ પ્રબળ બની છે ખાસ કરીને આગામી તા.૧૬ને સોમવારે જે લોકોને વિવાહનો અંગત ખર્ચ પરવડી ન શકે તેમની માટે માનવતાવાદી ડો સૈયદના સાહેબે સમુહલગ્નનું આયોજન કર્યુ છે જેમાં અનેક યુવર યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાશે અને કન્યાને ઘર ભરાય જાય એટલો કરિયાવર પણ અપાશે જન્મોત્સવ ઉજવી આગામી બુધવારે સૈયદના સાહેબ સુરત થઇ મુંબઇ જશે દરમિયાન જામનગરથી અબ્બાસભાઇ એફ અત્તરવાળાએ એક યાદીમાં જણાવાયું છે કે સમાજ માટે બાવન અને ત્રેપનમાં ધર્મગુરૂએ અનેક સદ્દકાર્યો કરી સમાજને વિશ્વમાં જે નામના અપાવી તેને આવનારી પેઢી પણ યાદ કરશે હાલમાં સૈયદના સાહેબ તરફથી સમાજને એક ટકનું ભોજન ઉપરાંત વેપાર રોજગારમાં વ્યાજ વગરની લોન શિક્ષણ, રહેઠાણમાં સહાય આપતાં હોવાથી લોકોને કોઇ પણ પ્રકારની તકલીફ પડતી નથી જેથી વિશ્વ લોકકલ્યાણકારી સૈયદના સાહેબનો સમાજમાં પડ્યો બોલ ઝીલાય છે શનિવારે રાત્રીના જે ઝુલુસ જામનગરમાં નીકળશે એમાં બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો અદન અને અકીદત સાથે ઉમટી પડી દિલથી દિલના ઉંડાણથી આજીવન સેવાવ્રત પાળનારા બંને ધર્મગુરૂઓનો જયજયકાર બોલાવશે.

(11:50 am IST)