Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સોમનાથ ખાતે તાલીમ લીધેલ ૧૧ યુવાનોની ભારતીય લશ્કર ભરતી રેલીમાં પસંદગી

પ્રભાસપાટણઃ સંરક્ષણ દળોમાં ગુજરાતના યુવાનો બહોળી સંખ્યામાં જોડાય તે હેતુથી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા રોજગાર કચેરી ગીર સોમનાથ દ્વારા તા.૧ સપ્ટેમ્બર થી તા.૩૦ સપ્ટેમ્બર સુધી સોમનાથ ખાતે લશ્કરમાં ભરતી પુર્વે નિવાસી તાલીમ યોજવામાં આવીહતી. આ તાલીમ વર્ગમાં કુલ ૩૦ યુવાનોને શારીરીક તાલીમ તથા શિક્ષણ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ લીધેલ ઉમેદવારો પૈકીના ૧૦ તાલીમાર્થીઓની જામનગર ખાતે યોજાયેલ ભારતીય લશ્કર ભરતી રેલીમાં પસંદગી થયેલ છે તે ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ છે. તેમ જિલ્લા રોજગાર  અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે તસ્વીરમાં  પસંદગી પામેલા યુવાનો નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇરાઠોડ)

(11:45 am IST)