Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

શહેરના ભટકતા નંદીઓની સમસ્યા દુર કરવાનુ પગલું આવકારદાયકઃ ભુપેન્દ્રસિંહ

અંજારની નંદીશાળાની મુલાકાતે ગૌસંવર્ધન મંત્રી

ભુજ,તા.૧૪:રાજયના ગૌસંવર્ધન મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કચ્છ જિલ્લાના તેમના પ્રવાસ દરમિયાન અંજારમાં ગૌ સંવેદના ગ્રુપ દ્વારા ગુજરાતની પ્રથમ નંદી શાળાની મુલાકાત વેળાએ જણાવ્યું કે, ગૌ શાળા, પાંજરાપોળ વિશે દ્યણું જાણ્યું, જોયું, સાંભળ્યું અને મુલાકાત લીધી છે, તેના નીભાવ અને આયોજન માટે પણ કામ કર્યું છે પરંતુ પહેલી વખત કચ્છમાં અંજારની ધરતી પર નંદી દ્યરની મુલાકાત લઇ રહ્યો છું. ગૌશાળા, ગૌસંવર્ધન, ગોવર્ધન પર્વત, વૃક્ષારોપણ અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ત્રિકમદાસજી મહારાજની નંદી શાળા જેવી પ્રવૃતિથી ગૌસંવર્ધન મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પ્રભાવિત થયા હતા. શહેરમાં ભટકતા નંદીઓ સમસ્યા છે ત્યારે આ પ્રકારે નંદીશાળાઓ ઉભી કરી સમાજ પર બહુ મોટો ઉપકારનું કાર્ય કરી રહ્યા હોવાનું જણાવી અહીં કામ કરનારા સહયોગીઓને ગોવાળીયાઓનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા સેવકો અને સેવાભાવી કાર્યકર્તાઓને પણ મંત્રીશ્રી ભૂપેન્દ્રિસંહ ચૂડાસમાએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઇ આહિર પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખનો ચેક સંવેદના ગ્રુપના પ્રમુખ અને સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજીને અર્પણ કરવામાં આવ્યો હતો. સંવેદના ગ્રુપના ટ્રસ્ટીઓએ રાજયમંત્રી વાસણભાઇ આહિર, કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા, અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ ડી.સી. ઠક્કર, અશોકભાઇ સોની, જીગ્નેશભાઇ દોશી, અમીત શાહ, કિશન રાઠોડ, મહેશ સોની, દીલીપ ચંદે, ઇસ્માઇલભાઇ ખત્રી, જયેશ કોડરાણી, પૂર્વ નગરપતિ વસંતભાઇ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ શાહ, કાનજીભાઇ શેઠ, લવજીભાઇ સોરઠીયા, ક્રિપાલસિંહ જાડેજા, રણછોડભાઇ આહિર, ગોપાલભાઇ માતા, પીયુષભાઇ પુજારા, મહાદેવભાઇ આહિર, જીગરભાઇ ગઢવી, સંજયભાઇ દાવડા, ગોવિંદભાઇ પાટીદાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:20 am IST)