Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

જામનગરમાં નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહુર્ત લોકપર્ણ કરાવતા મંત્રીશ્રી ફળદુ- હકુભા જાડેજા

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં. ૪માં નવા રોડના કામનું ખાતમુહૂર્ત

જામનગર, તા.૧૪:ગુજરાત રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ ગઇકાલે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૮માં જનતા સોસાયટી, કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૦ લાખ, હરીયા કોલેજ પાછળ, કૈલાશ નગર શેરી નં.૪માં આવેલ કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૫ લાખ, નારાયણ નગર કોમન પ્લોટમાં આગળ તેમજ સાઈડના ભાગમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૦૨ લાખ, વ્રજધામ સોસાયટી શેરી નં.૧-૨માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૯૭ લાખ, વોર્ડ નં.૧૫માં સુભાષ પાર્ક પાસે, કેનાલના કાંઠે મેઈન દુકાનવાળા રોડ પર સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૩૭ લાખ, વોર્ડ નં.૧૬માં પટેલ પાર્ક, શેરી નં.૧માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૦૦ લાખ તેમજ શેરી નં.૨ ડો. ભંડેરીના દ્યરની સામેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૩.૫૬ લાખ, સરસ્વતી પાર્ક શેરી નં.૧માં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૮.૦૫ લાખ, પટેલ પાર્ક શેરી નં.૪માં કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૫૨ લાખ, વૃંદાવન પાર્ક શેરી નં.૧માં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૮૦ લાખ, પટેલ પાર્ક શેરી નં.૮ અને ૯ની વચ્ચેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૦૪ લાખ, પટેલ પાર્ક શેરી નં.૬માં કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૪.૫૯ લાખ, નવી સાધના કોલોની એમ.આઈ.જી. ૩૬૦ના ચોકમાં બાકી રહેલ સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/- ૪.૦૧ લાખ, સાધના કોલોની એલ/૧થી એલ/૧૧ સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૬.૮૨ લાખ, સાધના કોલોની એમ/૨૩ આંગણવાડીવાળા ચોકમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૧૩.૬૦ લાખ, સાધના કોલોની એમ/૨૧થી અતુલભાઇના દ્યર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ/-૨.૧૧ લાખ તેમજ પટેલ નગર મેઇન રોડમાં સી.સી.રોડનું અંદાજીત ખર્ચ રૂ/-૮.૦૫ લાખના કામ તેમજ પાણીની પાઈપલાઈનનું અંદાજીત ખર્ચ રૂ/-૭.૭૭ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોકત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી આર.સી.ફળદુની ૧૦્રુ લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે. 

આ સાથે જ અમૃત યોજના ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.૧૫ના ગ્રીન સીટી સોસાયટી શેરી નં.૧૨ની સામેના કોમન પ્લોટ નં.બીમાં નવનિર્મિત ગાર્ડન અંદાજીત રૂ/-૮.૭૬ લાખના ખર્ચ થકી બનાવવામાં આવ્યું છે. જેનું  તકતી અનાવરણ અને લોકાર્પણ આજરોજ કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અનેક લોકઉપયોગી કાર્યો આગામી દિવસોમાં થનાર છે.

આ પ્રસંગે જામનગરના મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, શિક્ષણ સમિતીના ચેરમેન આકાશ બારડ, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, અગ્રણી વિમલભાઇ કગથરા, ગોપાલ સોરઠીયા, પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી તથા વોર્ડના કોર્પોરેટરો મેદ્યનાબેન, પ્રફુલ્લાબેન, યોગેશભાઈ, દેવસીભાઈ આહિર, આનંદભાઈ રાઠોડ, સભ્યશ્રી મનીષભાઈ કટારીયા તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુનો આભાર માન્યો હતો.

લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

 જામનગરઃ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ ગઇકાલે  મહાનગરપાલિકાના વોર્ડ નં.૪માં ઈન્દિરા સોસાયટી ૭/એ અને સાંઇ પાનથી ખડખડનગર સ્કુલ મેઈન રોડ વાયા એસ.ટી.પી. રોડ પાસે સી.સી.રોડ/સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ.૩૯.૯૧ લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરવાના વિકાસ કાર્યનો શુભારંભ કરાવેલ હતો. આ વિકાસ કાર્ય સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-૨૦૧૯/૨૦ની મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટ અંતર્ગત થનાર છે. 

આ અંગે મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, દંડકશ્રી જડીબેન, શહેર ભાજપ મહામંત્રી વિમલભાઇ કગથરા, વોર્ડના પ્રમુખ વિજયસિંહ ગોહીલ, કોર્પોરેટરઓ કેશુભાઈ માડમ, જયેન્દ્વસિંહ ઝાલા સ્થાનિક આગેવાનશ્રીઓ આઇ.કે.જાડેજા, સામતભાઇ પરમાર, જયરાજસિંહ જાડેજા,જિતુભાઇ શિંગાળા, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ વાઢેર તથા તે વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

(10:19 am IST)