Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સુરેન્દ્રનગરમાં કાલે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' હેઠળ લોક ડાયરો

સુરેન્દ્રનગર,તા.૧૪: જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ'અંતર્ગત તા. ૧૫ ને રવિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે સુરેન્દ્રનગર સ્થિત આનંદ ભુવન ખાતે સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે.

આ લોક ડાયરામાં  પ્રસિદ્ઘ લોક ગાયકશ્રી કિર્તીદાન ગઢવી દ્વારા ભાવનાત્મક સુરાવલી દ્વારા સ્ત્રી-પ્રતિભા અને સ્ત્રી શકિતની આરાધના કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફકત દીકરી ધરાવતા માતા-પિતા અને દીકરી દતક લીધેલ માતા-પિતાને સન્માનિત કરવામાં આવશે. તેમજ વહાલી દીકરી યોજનાના લાભાર્થીને પ્રમાણપત્ર અને દીકરી વધામણા કીટ પણ એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ એક યાદીમાં કરવામાં આવ્યો છે.

(10:18 am IST)