Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મચ્છુ કાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા આવેદન

મોરબીઃ સૌરાષ્ટ્રમાં વસતા રબારી સમાજ તેમજ અન્ય સમાજને મળવાપાત્ર લાભો ના આપીને તેમજ લોક રક્ષક પરીક્ષાની ભરતીમાં અન્યાય કરવામાં આવ્યો હોય જે મામલે રબારી સમાજની સંસ્થાએ જીલ્લા કલેકટર મારફત રાજયના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતું. પ્રમાણપત્રોને આધારે આ રબારી સમાજના રહીશો અનુસુચિત જન જાતિના લાભો મેળવતા હતા અને આદિવાસી સમાજના વિરોધ બાદ રાજકીય દબ્નથી લાભો બંધ કરવાની પેરવી કરેલ છે અને તાજેતરમાં લોક રક્ષક દળની ભરતીમાં પાસ થયેલ રબારી, ભરવાડ અને ચારણ સમાજના યુવાનોને લાભોથી વંચિત રાખી આખરી યાદીમાં પાસ થયેલ યુવાનોના ઙ્ગનામ કમી કરેલ છે અને સરકાર તરફથી અન્યાય કરેલ છે જેથી સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા તમામ રબારી સમાજમાં સરકાર પ્રત્યે અસંતોષની લાગણી જન્મી છે આગામી સમયમાં ગુજરાત સરકાર વિરુદ્ઘમાં આંદોલનાત્મક કાર્યક્રમો જેવા કે અનસન, સત્યાગ્રહ અને હડતાલ જેવા કાર્યક્રમો આપવામાં આવશે અને હાલ પોરબંદર મુકામે આમરણાંત ઊપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો હોવાનું જણાવ્યું છે અને સપ્તાહમાં હકારાત્મક કાર્યવાહી કરી તેની જાણ કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્ર આવ્યું તે તસ્વીર.

(10:17 am IST)