Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબી કક્કડ પરિવાર દ્વારા ત્રેલડા બાળકોના પ્રથમ જન્મદિનની પ્રેરક ઉજવણી

મોરબી,તા.૧૪: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી મોરબીના જનતા કલાસીસવાળા પ્રવિણભાઈ કક્કડના જયેષ્ઠ પુત્ર તરંગ ભાઈ કક્કડના આંગણે અવતરેલ ત્રેલડા બાળકોનો પ્રથમ જન્મદીન ઉજવ્યો હતો. જેમા બહોળી સંખ્યા મા ભકતજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

મોરબીના તરંગ કક્કડ કે જે મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડના મોટાભાઈ છે જેમના લગ્ન  વર્ષ ૨૦૧૧ના મોરબીના રમેશભાઈ રણછોડદાસ પુજારા (દરિયાલાલ પાન ્રૂ બેકરી વાળા) ની સુપુત્રી સાથે થયા હતા. તેઓના લગ્નજીવનને સાત-સાત વર્ષ વિત્યા છતા સંતાન પ્રાપ્તિ થતી ન હતી ત્યારે પૂ.જલારામ બાપા પ્રાર્થના બાદ અને એક સાથે બે દીકરીઓ અને એક દીકરા નો જન્મ થયો. દીકરો જોયાન તથા દીકરી જોહાના અને જેનેટનો પ્રથમ જન્મદીન મોરબીના કક્કડ પરિવારે પૂ. જલારામ બાપાને સમર્પિત કર્યો હતો.અને પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી.

(10:16 am IST)