Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કચ્છના હરામીનાળામાંથી બીએસએફે પાકિસ્તાની બોટ ઝડપ્યા બાદ સર્ચ ઓપરેશન

બોટમાં સવાર પાકિસ્તાનીઓ નાસી છૂટ્યા? બિનવારસુ બોટ કબ્જે

ભુજ,તા.૧૪: ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે કચ્છ સરહદે ચુસ્ત સલામતી બંદોબસ્ત ગોઠવાયો છે. તે વચ્ચે ફરી એકવાર કચ્છ સરહદે હરામીનાળા વિસ્તારમાંથી બીએસએફ દ્વારા પાકિસ્તાની બોટ ઝડપાયા ના સમાચાર છે.

જોકે, બોટમાં સવાર પાકિસ્તાની શખ્સો ભારતીય સલામતી એજન્સીઓને જોઈને ભાગી ગયા હોવાની આશંકાને પગલે બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

હરામીનાળા વિસ્તાર દ્યૂસણખોરી માટે કુખ્યાત છે. માછીમારી કરવા આવતા પાકિસ્તાનીઓ આ સરહદેથી ભારતીય હદ માં આવી જાય છે. જોકે થોડા સમય પહેલા અહીંથી જ માછીમારી માટે આવેલા પાકિસ્તાનીઓ શંકાસ્પદ રીતે ઝડપાયા બાદ તેમની તપાસમાં ચોંકાવનારા ધડાકાઓ થયા હતા.

(10:15 am IST)