Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

માંડવીમાં ચાઈનીઝ દોરીથી બે પક્ષીઓ ઘુવડ અને કુંજના જીવનની દોર કપાઈ

ભુજ,તા.૧૪ ચાઈનીઝ દોરીના કારણે પક્ષીઓ તેમ જ માનવીઓને થતી ઈજાઓ અને મોતના બનાવોની અરેરાટીભરી દ્યટનાઓ અવારનવાર બનતી રહે છે. ત્યારે માંડવીમાં આવો જ એક વધુ અરેરાટીભર્યો બનાવ બન્યો છે. ચાઈનીઝ દોરી વડે આકાશમાં ચગાવાઈ રહેલા પતંગ દરમ્યાન દોરીના સંપર્કમાં આવનાર એક દ્યુવડ તેમ જ એક કુંજ પક્ષી એમ બે પક્ષીઓના ગળા કપાઈ જતાં તેમના માટે નિપજયા હતા. ચાઈનીઝ દોરીના કારણે બનેલા આ અરેરાટીભર્યા બનાવને પગલે લોકોમાં ફરી એક વાર ચાઈનીઝ દોરીથી પતંગ નહીં ઉડાડવાની લાગણી વ્યાપક બની છે. આ બાબતે વહીવટીતંત્ર અને વ્યાપારીઓ જાતે જ જાગૃત બને તેવી અપીલ પણ કરાઈ છે.

(10:14 am IST)