Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વેરાવળના કાજલી યાર્ડમાં કમોસમી વરસાદથી મગફળીની ૧પ૦૦ ગુણી પલળી ગઇ

પ્રભાસ પાટણ, તા. ૧૩ : વેરાવળ તાલુકાના કાજલી ગામે માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારના ૭ કલાકના અરસામાં આવેલ ઓછી તો કમોસમી વરસાદને કારણે ટેકાના ભાવે ખરીદી થઇ રહેલ. મગફળીની ૭૦૦ ગુણી જેટલી બહાર પડેલ મગફળી પલળી ગયેલ છે.

યાર્ડના ગોડાઉનમાં પડેલ મગફળને વરસાદની કોઇ અસર થયેલ નથી, પરંતુ યાર્ડના કમ્પાઉન્ડમાં આવેલ મગફળીની અંદાજીત ૧પ૦૦ની આજુબાજુની મગફળીની ગુણીઓ પલળી ગયેલ છે.  સવારના સાતના અરસામાં વરસાદ વરસવાને કારણે મગફળી સહિત અન્ય માલોની હરાજી ૧૦ની આજુબાજુના સમયમાં શરૂ થાય છે તેથી  ખેડૂતોનો માલ ઓછો પલળેલ છે, પરંતુ જે ખેડૂતો વહેલી સવારના મગફળી સહિતના માલો લાવેલ તે પોતાના વાહનોમાં પલળી ગયેલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાની સીઝન ન હોવાથી ખેડૂતોના ઢોર માટેના છારાઓ બહાર ખુલ્લામાં પડેલ હોય છે તે છારા પલળી ગયેલ છે જેથી ખેડૂતોને મોટુ નુકશાન થયેલ છે.

(9:59 am IST)