Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

લીંબડી પાસે ૧ કરોડની આંગડિયાની રકમ ગુમ ?

અમદાવાદથી આંગડિયા પેઢીનો કર્મચારી એસ.ટી. બસમાં બેસીને આવી રહ્યો હતો ત્યારે હોટેલ પાસે ચા-પાણી પીવા ઉતર્યો અને સોના-ચાંદીના દાગીના તથા રોકડ ભરેલો થેલો ગાયબ થઇ જતા દોડધામ

વઢવાણ, તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળી બની છે.ત્યારે જિલ્લામાં ચોરી લૂંટફાટ ના બનાવો માં નોંધ પાત્ર વધારો થયો છે.ત્યારે ખાસ કરી જિલ્લા ની આંગડીયા પેઢીની લૂંટના બનાવો જિલ્લા માં વધુ પડતા બની રહ્યા છે.ત્યારે આ બાબતે આંગડિયા પેઢીની બેદરકારીના કારણે જિલ્લામાં બે વર્ષ માં બીજી વખત આંગડિયા પેઢીના કર્મચારીની બેદરકારી સામે આવી છે અને રૂપિયા ૧ કરોડ આંગડિયાની રકમ ગુમ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે હજી સુધી આ અંગે કોઇ ફરીયાદ કરવામાં આવી નથી.

ત્યારે આંગડિયા પેઢીનો કર્મચારી એસટી બસમાં બેસીને અમદાવાદથી રાજકોટ જઈ રહયો હતો.ત્યારે લીંબડી નજીક એક ખાનગી હોટલ માં ચા પાણી નાસ્તો કરવા ઉતર્યો હતો.

ત્યાર બાદ નાસ્તો અને ચા પાણી પી ને આ આંગડિયા પેઢી ના કર્મચારી બસનંબર GJ ૧૮ ૫૨૦૫ ગીતા મંદીર થી આશરે લિબડી ૧૫ કીલોમીટર પહોંચ્યો હતો ત્યારે આ કર્મચારી ને પોતે આંગડિયા પેઢી એ આપેલ થેલો ગુમ થયેલ છે તેવી જાણ થતાં બસ માં તમામ પેસેન્જરો ચોકી ઉઠ્યા હતા.ત્યારે આ થેલામાં સોના ચાદીના ભરેલ બેગ અને રોકડ રકમ હોવાનું આંગડિયા પેઢીના માણસ રાજેશ નારાયણ પાસેથી જાણવા મળ્યું હતું.

ત્યારે આ બાબત ની જાણ તરત જ લીમડી પોલીસ અને DYSP  અને આંગડિયા પેઢી ના માલિક ને કરવા માં આવી હતી.

ત્યારે આ થેલામાં અંદાજીત એક કરોડ નો મુદ્દામાલ હોવા ની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબત ની જાણ થતાં આંગડિયા પેઢીના માલિક અને dysp અને સુરેન્દ્રનગર lcb ની ટિમ દ્યટના સ્થળે દોડી આવી હતી. અને પોલીસ દવારા આ ગુમ થયેલ થેલા ની ભાળ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ ભાળ મેળવવા માટે લિંબડી ડીવાયએસપી. એલ.સી.બી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે હાલ કામે લાગ્યો છે.

પોલીસ દ્રારા આગડીયા પેઢીના મુખ્ય માલિકને જાણ કરવામા આવી તેમજ માલિક આવ્યા બાદ જ પૂરતી માહિતી મળશે.ત્યારે હજુ સુધી લીંબડી પોલીસમાં ફરિયાદ નોંધવા માં આવી નથી..

લીમડી હાઇવે પર આંગડિયા પેઢી નો થેલો ગુમ થતા જિલ્લાની પોલીસ સતત સતર્ક બની છે. ત્યારે સુરેન્દ્રનગરના લીમડીમાં આંગડિયા પેઢીના થેલા માં ૧ કરોડ થી પણ વધુ રકમ ની મત્ત્।ા હોવાની આશંકા લગાવાય રહી છે.

ત્યારે આ બાબતે પોલીસને જાણ અને તપાસ કરવામાં અને આંગડિયા પેઢીના આ થેલાને ગોતવા પોલીસને ૧૦૬ કિમિ અને આંગડિયા પેઢીના આ કર્મચારી જયાં થી બસ માં બેઠા છે ત્યાંથી માંડી ને લીમડી હાઇવે સુધીના cctv અને બસ માં બેસેલની વિગત અને પ્રાથમિક માહીતી મેળવી પડશે.

ત્યારે શુ આ આંગડિયા પેઢીનો કર્મચારી બસ માં બેઠો ત્યારે આ થેલો હતો કે નહીં તે માટે અમદાવાદ બસ સ્ટેન્ડ ના cctv ફૂટેજ મેળવવા પડશે અને લીંમડીની ખાનગી હોસ્પિટલમાં ચા નાસ્તો કરવા ઉતર્યા તે સમયે થેલો સાથે હતો કે નહીં તે માટે પણ cctv હોટલ ના મેળવવા પડશે.

ત્યારે પોલિસ માટે આ થેલો ગોતવા માટે ખૂબ કઠિન કામગીરી કરવી પડશે.

(3:34 pm IST)