Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

માવઠા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધીઃ નલીયા ૧૦ ડિગ્રી

કમોસમી વરસાદથી પાકને નુકશાનઃ મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવુ વાતાવરણ

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમા પલ્ટા સાથે કમોસમી વરસાદ પડયો હતો આ માવઠા બાદ આજે સવારથી રાજકોટ સહિત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસરમા વધારો થયો છે આજે સૌથી ઓછુ તાપમાન કચ્છના નલીયામાં ૧૦ ડિગ્રી નોંધાયુ હતુ જયારે રાજકોટમા ૧૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

માણાવદર

માણાવદરઃ માણાવદર પંથકમાં અચાનકજ આવેલ વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું હતું જેમાં શહેર ત્થા ગ્રામ્યમાં વરસાદે બધડાટી બોલાવી ૨૦ મીમીટ સુધી પાણી-પાણી કરી  દેતા દેકારો બોલી ગયો હતો. શહેરમાં પુરવઠા નિગમ હાલ મગફળી ખરીદી ચાલુ છે જેઓ તેઓની પાસે રોડ નથી ખુલ્લામાંજ મગફળી ગુણીઓ લીધેલી હતી તે પ હજારથી વધુ પલળી ગયાનું શૂત્રોએ ટેલીફોનની વાતચીતમાં જણાવેલ છે તે જીનીંગમાં કપાસ/કપાસીયા સહિત પલળી ગયા છે. ખેતીમાં હાલના ઘઉ/જીરૂ જેવા પાકોને નૂકશાની થશે તેવું ખેડૂતો જણાવે છે જાંબુડામાં વધુ વરસાદ પોણો ઇંચ પડ્યો છે. શહેરમાં અચાનક આવેલા વરસાદે સફાળા નીંદરમાંથી ઉઠાડી દીધા હતા.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૨૭ મહતમ, ૧૬.૫ લઘુતમ, ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલો ભેજ-લઘુમત તાપમાન

શહેર

હવામાન ભેજ ટકા

લઘુમત તાપમાન ડીગ્રી

અમદાવાદ

૮૩ ''

૧૩.૩ ''

ડીસા

૮૩. ''

૧૧.૬ ''

વડોદરા

૮૦ ''

૧૪.૦ ''

સુરત

૮પ ''

૧૮.૦ ''

રાજકોટ

૭૩ ''

૧પ.૩ ''

જામનગર

૮૪ ''

૧૬.પ ''

ભાવનગર

૮૪ ''

૧૬.૩ ''

પોરબંદર

૮૪ ''

૧૬.૪ ''

વેરાવળ

૭૯ ''

૧૮.ર ''

દ્વારકા

૭૭ ''

૧૮.૩ ''

ઓખા

૭૯ ''

ર૦.૭ ''

ભુજ

૭૮ ''

૧૩.૪ ''

નલીયા

૭૮ ''

૧૦.૦ ''

સુરેન્દ્રનગર

૮ર ''

૧૪.પ ''

ન્યુ કંડલા

૮૮ ''

૧પ.ર ''

કંડલા એરપોર્ટ

૮૯ ''

૧ર.૦ ''

ગાંધીનગર

૭૭ ''

૧૩.ર ''

મહુવા

૮૦ ''

૧૬.૧ ''

દીવ

૮પ ''

૧૭.પ ''

વલસાડ

૮૧ ''

૧૬.૬ ''

વલ્લભ વિદ્યાનગર

૮પ ''

૧૭.પ ''

(12:04 pm IST)