Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામે ૩૦ થી વધુ ગાયો ના મોત થી ચકચાર

લખતરના કારેલા ગામની સીમમાં ભાઠા વાળા ખેતરમાં ચરવા ગયેલી 30 થી વધારે ગાયોના મોત થવા પામતા લખતર પંથક મા ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે તાલુકા ના અધિકારી અો ધટના સ્થળે જવા રવાના થયા

વઢવાણ :લખતર ના કારેલા ગામે સીમમાં ગામ ગોવાળ ગામની સિમ માં ગામની ગાયો ચરાવવા લઈ ગયેલ ત્યારે ભાઠા વાળા ખેતર માં ગાયો ચરી રહી હતી ત્યારે ગાયો ના ખોરાક મા કાંઈક આવી જતા ગાયોને મીણો ચડી જતા આશરે 30 થી વધારે ગાયો ના મોત થઈ ગયા હતા ત્યારે આ વાત ની જાણ સુરેન્દ્રનગર કલેકટર સુધી પહોંચી જતા લખતર નાયબ મામલતદાર ટીડીઓ અને વેટનરી ડોકટર સહિત નો સરકારી સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયેલ છે જયારે આ બનાવ બપોર બાદ થવા પામેલ છે આ ધટના મા  ગાયો ના મોત શા માટે થયા અને કેમ થયા તે અંગે લોકો મા વિવીધ ચચૅા અે જોર પકડેલ છે સાચુ કારણ પી.અેમ રિપોટ આવીજાય પછી ખબર પડે ગામ મા ૩૦ ગાયો ના મોત થી માલધારી અો મા રોષ ફેલાયો છે અેક બાજુ  અછત ના લીધે પશુ અો ને પુરતો ધાસચારો મલતો નથી અને બિજી બાજુ પશુ અો  સિમ મા જે કાઇ મલે તે ખાઈ  લે છે અને  અચાનક પશુ અો ના મોત થવા પામતા નાના ગામ મા માલધારી અો મા રોસ ફેલાયો છે માલધારી અો ની રોજગારી આ પશુ અો પર છે તંત્ર આ બનાવ ની સાચી તપાસ કરી માલધારિઅો ને કોઇ રાહત મલે તેવી લોક માંગ ઉઠી  છે

(9:09 pm IST)