Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

માણવદરમાં બે જુથ વચ્ચે અથડામણમાં ધરપકડની તજવીજઃ ચુસ્ત બંદોબસ્ત

જુનાગઢ તા. ૧૪ : માણાવદરમા઼ ગઇકાલે બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે અને ચુસ્ત બંદબસ્ત ગોઠવી દીધો છે.

માણાવદરના મીતડી દરવાજા વિસ્તારમાં ગઇકાલે ગામેતી સમાજના બે જુથ સામસામા આવી ગયા હતા.

આ મારામારીમાં ઇજા થતા ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયા હરીફ જુથના માણસોએ દોડી  જઇને બઘડાતી બોલાવી છે.

બનાવમાં મોહની ફિરોજ દલ, અલ્લ્તા ઇબ્રાહીમ દલ, હુસેન કાસમ જોખીયા અમીન રફીક સહિત બંને પક્ષના ૬ માણસોને ઇજા થઇ હતી.

બનાવ અંગે સામસામી ફરિયાદ થઇ છે વધુ કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દવામાં આવેલ છે(૬.૧૬)

(12:08 pm IST)