Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ઉપલેટા-ધોરાજી-માણાવદર તાલુકાના ખેડૂતો દ્વારા શનિવારે ભાદર-ર ને તાળાબંધી

ભાદર-ર ડેમના કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને સિંચાઇનું પાણી બંધ કરી દેવાતાઃ લલીત વસોયા-જવાહર ચાવડાની આગેવાનીમાં બેઠક : એકેએક ખેડૂતને હાજર રહેવા આદેશ

ઉપલેટા, તા. ૧૪ : અહીંયા ભાદર-ર ડેમના કમાન્ડ એરીયામાં આવતા ખેડૂતોને ભાદર-ર માંથી પાણી આપવામાં આવશે- રવિ પાઠનું વાવેતર કરોનુ કહીને ખેડૂતો પાસેથી ભાદર-ર સિંચાઇ યોજનાએ પાંચ પાણના રૂપિયા ઉઘરાવી લીધા અને પાણ આપવાનું શરૂ પણ કર્યું બે પાણ આપ્યા અને ઉપરથી સરકારનો આદેશ થયો ભાદર-રનું પાણ પોરબંદર માટે અનામત રાખો અને આ આદેશ આવતા ભાદર-ર ની કેનાલ બંધ કરી દેતા ઉપલેટા-ધોરાજી-માણાવદરના હજારો ખેડૂતોમાં દેકારો બોલી ગયો. પાંચ પાણમાં બે પાણ મળ્યા બાદ પાણી ન  મળતા હવે ઉભા પાકનું શું ? ભાદરકાંઠાના ખેડૂતોને બરબાદ કરતા સરકારના આ નિર્ણયથી ધોરાજી-ઉપલેટા-માણાવદરના ધારાસભ્યો પાસે ફરીયાદોનો મારો શરૂ થયો. ખેડૂતોએ આગબબુલા બની શનિવાર તા. ૧પમી ભાદર-ર ને ઓફીસને તાળાબંધી કરવાની તૈયારી કરી છે.

ત્યારે તા.૧પમીને શનિવાર સવારે ૧૦ વાગ્યે ઉપલેટા સર્કીટ હાઉસમાં-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા-તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગરની હાજરીમાં ભોગ બનનાર ખેડૂતોની બેઠક બોલાવવામાં આવેલ. આ બેઠક બાદ બન્ને ધારાસભ્યોની આગેવાનીમાં ભાદર-ર ની ઓફીસને તાળાબંધી કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાદર-ર કમાન્ડ એરીયામાં આવતા એકેએક ખેડૂતને હાજર રહેવા શહેર પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઇ અને તાલુકા પ્રમુખ રમેશભાઇ મકવાણાએ જણાવેલ છે.

(11:58 am IST)