Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

સોરઠમાં તોફાની પવનઃ ધૂળની ડમરીથી પરેશાનીઃ ઠંડીમાં મહદઅંશે ઘટાડો

જૂનાગઢ, તા. ૧૪ :. જૂનાગઢ સહિત સોરઠમાં તોફાની પવનને લઈ જનજીવનને અસર થઈ છે. પવન વધતા ઠંડીમાં મહદઅંશે ઘટાડો થયો છે.

ગઈકાલથી ફુંકાતો ઝંઝાવાતી પવન આજે સતત બીજા દિવસે પણ યથાવત રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

જૂનાગઢ ખાતે સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૯ કિ.મી.ની રહી હતી. આખી રાત બાદ સવારે પણ પવનની ગતિ યથાવત રહેતા ધૂળની ડમરીથી લોકોની પરેશાની વધી છે.

તોફાની પવનને લઈ તાપમાન વધીને ૧૭.૪ ડિગ્રી થઈ ગયુ છે. આમ એક જ દિવસમાં પાંચ ડિગ્રી ઠંડી ઘટી હતી. બીજી તરફ વાતાવરણમાં ભેજ ઘટીને ૩૮ ટકા થઈ ગયો છે.(૨-૭)

 

(11:58 am IST)