Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મોરબીના રંગપર રોડ પર અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર : લોકો વિફર્યા :ટોળાએ કર્યો ચક્કાજામ :એમ્બ્યુલન્સ ફસાઈ

 

મોરબીના રંગપર રોડ પર મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો જોકે ટોળું વિફરતા રોડ જામ કરી વિરોધ દર્શાવી રહયા છે જે રોડ બ્લોક કરતા 108 પણ ચક્કાજામમાં ફસાઈ છે

મોરબીના રંગપર પીપળી રોડ પર સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક રેઢો મૂકી ભાગી ગયો હતો પરંતુ છાશવારે સર્જાતા અકસ્માતને પગલે ટોળું વિફર્યું હતું અને રોડ જામ કરી દીધો હતો જેને પગલે બે કલાકથી વધુ સમયથી રોડ પર વાહનોની કતાર લાગી છે તો બે કલાક સુધી પોલીસ પહોંચી ના હતી એટલુ નહીં પરંતુ ટોળાએ કરેલ ચક્કાજામ માં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાની માહિતિ માલી છે

(12:57 am IST)