Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ૧૦ર બેઠકમાં વિજય-વિસાવદરના જયોતિષીની આગાહી

શકિતસિંહ ગોહિલને મુખ્યમંત્રી અને હર્ષદ રીબડીયાને મંત્રીપદ મળશે

વિસાવદર, તા. ૧૪:  અહીંના અગમ-નિગમ જયોતિષના જાણકાર કિરીટભાઇ બગથરીયાના મતે રાજકીય ભવિષ્ય જોતા હાલ ભારત દેશની કંુડલી વૃષભ લગ્ન ઉદીત થયેલ હોય કાલે સર્પયોગ ભારત લગ્ન કુંડલીમાં હોય તે અનુસાર ભારતીય જનતા પાર્ટીને હાલ ગુજરાતમાં રાજકીય નબળુ બતાવે છે. કોંગ્રેસ માટે જોતા ગુરૂમારાજ હાલ તુલા ન્યાય પ્રિય રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. તે ગુરૂ કોંગ્રેસને નવમ પંચમ યોગ  હોય વતા હાલ તા. ર૬ ઓકટોમ્બ-ર૦૧૭ના ૧પ કલાક રપ મિનિટ શનીનું ધન રાશિમાં ભ્રમણ શરૂ થયું છે.

ધન રાશિનો માલીક ગુરૂ ગ્રહ છે અને શનિ ગુરૂ એક બીજા માટે અતી તટસ્થ હોય તેવું શાસ્ત્રોકત વિધાન હોવાથી ગુજરાતી ચૂંટણી કાલ સર્પ યોગમાં તા. ૯-૧ર-૧૭ના યોજાય વોટીંગ કાલ સર્પ યોગમાં થયું હોવાથી ચૂંટણીનું પરીણામ તા. ૧૮-૧ર-ર૦૧૭ના સોમવારે સોમવતી અમાસના છે.

સત્તા અને તાશીરનો કારક ગ્રહ સૂર્ય તા. ૧પ ડિસેમ્બર-ર૦૧૭થી એક માસ માટે શનિ મહારાજ સાથે ધન રાશી માં યુતિમાં આવતા પિતા પુત્ર બન્નેના સબંધ હોતા કોંગ્રેસને સપ્ટમેશ સ્થાનમાં આવવાથી કોંગ્રેસને અતિ લાભ કરાવશે. ચૂંટણી યોજાય તા. ૯-૧ર-ર૦૧૭ શનિવારના ત્યારે નક્ષત્ર મઘા હોય તેની રાશી સિંહ હોય તેથી સિંહની ગર્જના, નક્ષત્ર મોર પક્ષી હોય તેથી મોરના ટહુકારા સાથે કોંગ્રેસ વિજય થશે. અને ભાજપ માટે ચૂૂટણી પરીણામ તા. ૧૮-૧ર-ર૦૧૭ સોમવારના મુળ નક્ષત્ર હોતા તેનું પક્ષી કુકડો છે. કોંગ્રેસ માટે વિધાનસભાની કુલ સીટો ૧૮ર માંથી ૧૦ર વિજય થશે. તેમ જયોતિષી કિરીટભાઇ બગથરીયાએ જણાવ્યું છે.

ભાવનગરના દરબાર ધારાસભ્ય શકિતહિં ગોહિલને જન્મની કંુભરાશીને ગુરૂ મારાજ નવમ પંચમ યોગ હોતા ગુજરાતના મુખ્યમંત્રી જેવા લાભ આપશે અમારા વિસાવદરના ધારાસભ્યશ્રીને મંત્રી પદ પ્રાપ્ત કરશે તેમ જયોતીશી કિરીટભાઇ પોપટભાઇ બગથરીયા વિસાવદર મો. નં. ૭૦૪૮૧ ૪૬ર૪૩ એ જણાવ્યું છે.

(4:46 pm IST)