Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભાજપનું ૧૧૦ થી ૧૧પ બેઠકો સાથે ફરી શાસન

મૂળ મોટી મારડના વતની એનઆરઆઇ નાથાભાઇ કાલરીયાનો વર્તારો : ભાવનગરની તમામ સીટ ભાજપ જીતશેઃ રૂપાણી, નિતિનભાઇ, રાદડીયા જીતશે હાર્દિક ફેકટર બુમરેંગ સાબીત થશે તેવી સાફ વાત

રાજકોટ, તા., ૧૪: અગાઉ મહારાષ્ટ્રની ચુંટણીમાં રાજકીય વર્તારો જાહેર કરનાર મૂળ મોટી મારડ (ધોરાજી)ના વતની યુ.એસ. એનઆરઆઇ નાથાભાઇ કાલરીયાએ આજે સવારે અકિલાને જણાવ્યું છે કે ૧૮રમાંથી ૧૧૦ થી ૧૧પ બેઠકો જીતીને ભાજપ ફરી શાસન પર આવશે. વિજય રૂપાણી, નિતિન પટેલ અને જયેશ રાદડીયા જીતી જશે. ભાવનગરની તમામ સીટ ભાજપ જીતશે. હાર્દિકનું અનામત ફેકટર બુમરેંગ સાબીત થશે.

યુ. એસ. એ. એન. આર. આઇ. નાથાભાઇ કાલરીયા નો ચૂંટણી વર્તારો નીચે મુજબ છે. ૧૪ ડીસે. સવારે ૯ વાગે મતદાન ચાલુ છે ત્યારે આ લખુ છું. આ ચૂંટણીમાં ૧૮ર માંથી ભાજપને ૧૧૦ થી ૧૧પ સીટ મળશે અને ભાજપની સરકાર રચાશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને ઉત્તર ગુજરાતમાં એટલે કે મહેસાણા જીલ્લામાં ભાજક થોડીક સીટો ગુમાવશે.  પણ નીતિન પટેલ તો જીતશે. રાજકોટમાં સીએમ રૂપાણી જીતી જશે. જેતપુરમાં જયેશ રાદડીયા જીતશે.

ધોરાજી અને જામજોધપુરમાં હરીભાઇ પટેલ અને ચીમનભાઇ સાપરીયાની સીટ ઉપર ભારે રસાકસી છે. આ સિવાય અમરેલી જીલ્લામાં ભાજપ થોડી સીટ ગુમાવશે.

ભાવનગરમાં ભાજપની બધી સીટ જીતશે. અમદાવાદ જીલ્લાની ૧પ માંથી ૧ર સીટ થી વધુ મેળવાશે. (ભાજપ) વડોદરામાં પણ ભાજપ જીતશે. મહુવાની સીટ ઉપર ૩ પાંખીયો જંગ છે. અપક્ષ બીપીન મહેતા ભાજપને નડી શકે છે. ભાજપના મકવાણા જીતશે.

અંતમાં તેમના જણાવ્યા મુજબ ગુજરાતનમાં રાહુલ ગાંધીનો આક્રમક પ્રચાર અને હાર્દિક ફેકટર છતા હાર્દિકનો અનામત મુદ્દો ખોટો સાબીત થશે. અનામત મળે તેમ નથી.ભ્રામક પ્રચારમાં દોરવાશે નહી.

ગુજરાતની પ્રગતી રોકાશે નહી અને તે સાથે હીંન્દુસ્તાનની પ્રગતી જે ઝડપે થઇ રહી છે તેને ગુજરાત આ ચુંટણી સાથે અનુમોદન આપશે અને હાર્દિકનો પરપોટો પણ તે સાથે ફુટી જશે તેમ નાથાભાઇએ વિશ્વાસ સાથે જણાવ્યું છે.

(4:31 pm IST)