Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

કચ્છમાં સોનાના બિસ્કીટ આપવાનું કહીને ર૩ લાખની છેતરપીંડી કરનાર બરતરફ કરાયેલ અબ્દુલ લતીફ અને તેના પત્નિ રીમાન્ડ ઉપર

ભુજ તા. ૧૪ :.. કચ્છમાં સોનાના બિસ્કીટ આપવાનું કહીને રૂ. ર૩ લાખની છેતરપીંડી કરીને ખૂનની ધમકી આપનારા દંપતિની ધરપકડ કરીને તા. ૧પ મી સુધી રીમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મેઘપર (બો) ના વિનતાબેન ધનજીભાઇ આહીરને અબ્દુલ લતીફ દાદાભાઇ ખલીફાએ ધર્મની બહેન બનાવીને વિશ્વાસમાં લઇને ૬ જેટલો શખ્સોએ  રૂ. ર૩ લાખ રૂપિયા લઇને તેના બદલામાં સોનાના બિસ્કીટ આપવાનું કહયા બાદ બિસ્કીટ ન આપીને છેતરપીંડી કરી અને ખૂનની ધમકી આપી હતી.

આરોપીઓ બાબતે તપાસ કરતા ચીટીંગ કરવાની આંતર રાજય ટોળકી સાથે સંકળાયેલા હોય અને ખૂબ જ શાતિર દિમાગના હોય તેવું જાણવા મળેલ છે. તેમજ આરોપી અબ્દુલ લતીફ જેને પોલીસ ખાતામાંથી બરતરફ કરાયેલ છે. અને તે અગાઉ પણ ચીટીંગના ગુના આચરેલ છે.

જે અનુસંધાને આરોપીઓ પકડવા કો. પોલીસ અધિક્ષક શ્રી ભાવના પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી. એસ. વાઘેલા, માર્ગદર્શન હેઠળ અંજાર પો. સ્ટે.ના પી. આઇ. બી. આર. પરમારે તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી સાથે રહી તપાસ કરાવતા દરમ્યાન પી. એસ. આઇ. શ્રી પટેલ સા. તથા પો. કો. ચંદ્રશેખરને મળેલ બાતમી આધારે આરોપીઓ કોર્ટની નજીક મળી આવતા આરોપીઓ (૧) અબ્દુલ લતીફ દાદુભાઇ ખલીફા ઉ.પ૯ અબ્દુલ લતીફ ખલીફા ઉ.૪૦ રહે. મોમાયનગર સાંઇ મંદિર પાસે છેલ્લી લાઇન અંજારવાળાઓને તા. ૧ર-૧ર-ર૦૧૭ ના ૬.૧પ/૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ અને આરોપી અબ્દુલ લતીફની પુછપરછ કરતા પોતે ભુજ એ. ડીવી. પો. સ્ટે. ફર્સ્ટ ગુ. ર. નં. ૦ર/ર૦૧૭ ઇ. પી. કો. કલમ ૪૦૬, ૪ર૦ મુજબનો ગુનો પણ આચરેલ છે અને તે ગુનામાં પોતે નાસતો ફરતો હોય. તેવી કબુલાત આપતા આ અંગે ભુજ એ. ડીવી. પો. સ્ટે. જાણ કરવામાં આવેલ છે. તેમજ આ કામેના આરોપીઓ અન્ય કોઇ આવા ગુનાઓમાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરવા વિગેરે મુદાઓ સાથે નામ. કોર્ટમાં રજૂ કરી તા. ૧પ-૧ર-૧૭ સુધીના પોલીસ રીમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે.

આમ ગુન્હો જાહેર થયા બાદ ફકત એક જ કલાકમાં આ ગુનાના કામેના મુખ્ય આરોપીને પકડી પાડેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર બી. આર. પરમાર નાઓ સાથે પો. સ. ઇ. સી. ડી. પટેલ, એમ. બી. શેરગીલ, પો. કો. ચંદ્રશેખર દવે તથા દિગ્વીજયસિંહ જાડેજા, પ્રદીપ ચૌધરી, મહીલા પો. કો. ચંપાબેન ડાલોર વિગેરે એ કરી હતી.

(4:30 pm IST)