Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

હિરાપરમાં જમીન હડપ કરવા અંગે તલાટી કમ મંત્રી સહિત બે આરોપીઓને સજા

ટંકારા કોર્ટ દ્વારા તલાટીને દોઢ વર્ષ અન્ય શખ્સને ૩ વર્ષની સજા

ટંકારા, તા. ૧૪ : ટંકારામાં જયુડીસીયલ મેજીસ્ટેટની કોર્ટમાં જમીન હડપ કરવાનો કેસ ચાલી જતાં મેજીસ્ટેટે નિરજકુમાર યાદવ દ્વારા ચુકાદો આપી આરોપી હમીરભાઇ ભાણાભાઇને ત્રણ વર્ષની સજા કેદ અને ગોરધન તળસીભાઇ દેવડાને ૧ાા વર્ષ (અઢાર માસ) ની સખ્ત સજા આપેલ છે.

આ કેસની વિગતમાં હિરાપર ગામે રહેતા ભાણજીભાઇ જેઠાભાઇ સારેસાને હિરાપરમાં સર્વે નંબર ર૩૮ પૈકી ૪ એકર જમીન સાંથણીમાં મળેલ તેઓનું ૮-૧-૧૯૮૦માં અવસાન થયેલ. સ્વભાણજીભાઇના જીણબેન આણંદ, શામજીભાઇ ભાણા તથા ફરીયાદી સીધી લીટીના કાયદેસરના વારસદારો હતા.

આરોપી હમીરભાઇ ભાણાભાઇએ ખોટા સોગંદનામા, ખોટા વારસાઇ આંબો તેયાર કરી ફરીયાદીની ડુપ્લીકેટ સહીઓ કરી, ખોટા સાક્ષી પુરાવા ઉભા કરી, ખોટા દસ્તાવેજોના સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી, રેવન્યુ રેકર્ડમાં ખોટી એન્ટ્રીઓ પડાવી વડીલોપાર્જીત જમીન હડપ કરેલ.

ફરીયાદી કારૂભાઇ ભાણાભાઇ સારેસાએ ફરીયાદ તા. ૧૭-૧-ર૦૧૪ના રોજ ડાયરેકટ કોર્ટમાં ફરીયાદ કરેલ જેમાં આરોપી હમીરભાઇ ભાણાભાઇ સારેસા , ગોરધન તળસીભાઇ દેવડા, કેશવજી પરસોતમના નામો આપેલ હતા.

ટંકારા કોર્ટમાં આ કેસ ચાલી જતા જયુડીસીયલ મેજીસ્ટેટ દ્વારા આરોપી હમીરભાઇ ભાણાભાઇ સારેસાને આઇપીસી ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧ર૦-બી મુજબ ગુન્હામાં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને પ૦૦૦ રૂ.નો દંડ તથા તલાટી કમ મંત્રી ગોરધનભાઇ તળસીભાઇ દેવડાને દોઢ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. પ૦૦૦નો દંડ કરેલ છે.

ત્રીજા આરોપી કેસવજી પરસોતમને નિર્દોષ છોડી મૂકેલ છે.

(4:10 pm IST)