Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઠંડીનો સપાટો- સૌરાષ્ટ્ર- કચ્છ ધ્રુજયા ગિરનાર પર્વત ઉપર પ.૯, અમરેલી ૯.ર, જુનાગઢ ૯.૯, પોરબંદર ૧૦.૪, જામનગર ૧૦.૭ ડીગ્રી

કડકડતી ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્તઃ રાત્રીના રસ્તાઓ સૂમસામ

આટકોટમાં તાપણાનો સહારો :.. આટકોટ : સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો માહોલ છે ત્યારે લોકોને ઠંડીથી બચવા તાપણાના સહારા લેવા પડે છે. ત્યારે યુવાનો તાપણા કરી ઠંડી ઉડાવાના પ્રયાસ કરે છે. (તસ્વીર કરશન બામટા-આટકો)

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીની અસર વર્તાઇ રહી છે અને ઠાર સાથે ઠંડીની અસર વર્તાઇ રહી છે.

છેલ્લા થોડા સમયથી ઠંડીની અસર સાથે મોડી રાત્રીથી વહેલી સવારથી ઠંડીની અસર વધુ અનુભવાઇ રહી છે અને લોકોને કડકડતી ઠંડીનો  અનુભવ થઇ રહ્યો છે જેના કારણે લોકો મોડી રાત્રીના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને ઠંડીથી બચવા પ્રયાસ કરે છે.

વહેલી સવારના પણ કડકડતી ઠંડીનો માહોલ બરાબરનો જામી જતા લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં તાપણા કરીને પણ ઠંડીથી બચવા પ્રયત્ન કરે છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઇ ગયા છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે કાતીલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, ગ્રામ્ય વિસ્તરોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યો છે.

ઠંડીનો પારો ધીમે - ધીમે ઉતરવા લાગતા ઠંડીની વધુ અસર અનુભવાઇ રહી છે. અને સૂર્યનારાયણના દર્શન ન થાય ત્યાં સુધી ઠંડીની અસર ખૂબ જ અનુભવાય છે.

આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર પ.૯ ડીગ્રી જયારે અમરેલીમાં ૯.ર ડીગ્રી નોંધાઇ છે જયારે કંડલા એરપોર્ટ ૧૦.ર, પોરબંદર ૧૦.૪, વલસાડ ૧૦.૬, ડીસા ૧૦.૭, દિવ - નલીયા ૧૦.૮, રાજકોટ ૧૧.૦, મહુવા (સૂરત)- અમદાવાદ ૧૧.૧, સુરેન્દ્રનગર ૧ર.પ, વડોદરા, ૧૩.ર, ભાવનગર ૧૩.પ, ન્યુ કંડલા ૧૩.૬, વલ્લભ વિદ્યાનગર ૧૪.૩, વેરાવળ ૧૪.પ, સુરત ૧પ.૮, દ્વારકા ૧૬.૭, અને ઓખામાં સૌથી વધુ ર૦.૭, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ગીરનાર ઉપર કાતિલ ઠંડી

જુનાગઢ : ગિરનાર પર્વત પર આજે તાપમાન ઘટીને પ.૯ ડીગ્રી અને જુનાગઢમાં ૯.૯ ડીગ્રી નોંધાતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

ગઇકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો સવારે છ ડીગ્રી નીચે ઉતરીને ૯.૯ ડીગ્રીએ સ્થિર થયો હતો. ગીરનાર પર્વત ખાતે પ.૯ ડીગ્રી રહેતા આ પર્વતીય વિસ્તાર ઠીંગરાય ગયો હતો.

આજની હાડ થીજાવતી ઠંડીને લઇ વન્ય પ્રાણીઓ અને જનજીવનને વ્યાપક અસર થઇ હતી. વાતાવરણમાં પ૯ ટકા ભેજ અને પવનની ગતિ ર.૮ કિ. મી.ની રહી છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા છે.

પોરબંદર ૧૦.૪ ડીગ્રી

પોરબંદરમાં ઉષ્ણાતામાનનો પારો ૪ ડીગ્રી નીચે ઉતરી જતાં ૧૦.૪ સે.ગ્રે. ઉષ્ણાતામાન પહોંચી ગયું છે.

જામનગર

જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૦.૭ ડીગ્રી અને મહત્તમ તાપમાન રપ.૬ ડીગ્રી નોંધાયુ હતું અને ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે. (પ-પ)

કયાં કેટલી ઠંડી ?

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વ

પ.૯ ડીગ્રી

અમરેલી

૯.ર ડીગ્રી

જુનાગઢ

૯.૯ ડીગ્રી

કંડલા-એરપોર્ટ

૧૦.ર ડીગ્રી

પોરબંદર

૧૦.૪ ડીગ્રી

વલસાડ

૧૦.૬ ડીગ્રી

જામનગર

૧૦.૭ ડીગ્રી

ડીસા

૧૦.૭ ડીગ્રી

દિવ

૧૦.૮ ડીગ્રી

નલીયા

૧૦.૮ ડીગ્રી

રાજકોટ

૧૧.૦ ડીગ્રી

શહેર

લઘુતમ તાપમાન

મહુવા(સુરત)

૧૧.૧ ડીગ્રી

અમદાવાદ

૧૧.૧ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧ર.પ ડીગ્રી

વડોદરા

૧૩.ર ડીગ્રી

ભાવનગર

૧૩.પ ડીગ્રી

ન્યુ કંડલા

૧૩.૬ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૪.૩ ડીગ્રી

વેરાવળ

૧૪.પ ડીગ્રી

સુરત

૧પ.૮ ડીગ્રી

દ્વારકા

૧૬.૭ ડીગ્રી

ઓખા

ર૦.૭ ડીગ્રી

(11:48 am IST)