Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઉપલેટાના વ્યાજખોરના ત્રાસથી નાનડિયાના યુવાનની આપઘાતની કોશિષ

જૂનાગઢ તા. ૧૪ : ઉપલેટાના વ્યાજખોરનાં ત્રાસથી નાનડિયાના યુવાને આપઘાતની કોશિષ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે, માણાવદર તાલુકાના નાનડિયા ગામે રહેતા રમણીક લક્ષ્મીદાસ કાસુંદ્રા (ઉ.વ.૪૯)એ ૪ વર્ષ અગાઉ ઉપલેટાના મયુર મથુરભાઇ રાતડિયા પાસેથી નાણા વ્યાજે લીધા હતા.

જે પૈસા રમણિકભાઇએ વ્યાજ સહિત બે વર્ષ અગાઉ ભરપાઇ કરી દીધા હતા. આમ છતાં મયુર રાતડિયાએ ઉઘરાણી કરી ત્રાસ આપી ધમકી દીધી હતી.  આ કારણસર રમણીક કાસુંદ્રાએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મુજબની ફરીયાદના આધારે માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.(૨૧.૧૬)

(11:45 am IST)