Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિરપુરમાં બકાલામાં દવા છાંટતા ઝેરી અસરઃ આદિવાસી મજૂરનું મોત

ત્રણ દિવસ પહેલા જ દિપકભાઇની વાડીમાં કામે રહ્યો'તો

રાજકોટ તા. ૧૪: વિરપુર (જલરામ) ખાતે ત્રણ દિવસ પહેલા જ વાડીમાં મજૂરી કરવા આવેલા આદિવાસી યુવાનને બકાલામાં દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં મોત નિપજ્યું છે.

અનિલ નૈનસીંગ ભીલ (ઉ.૩૦) નામનો યુવાન વિરપુર જલરામમાં જુના ચરખડી રોડ પર આવેલી દિપકભાઇ બટુભાઇ ચાવડાની વાડીમાં મજૂરી કરતો હોઇ ગત સાંજે બકાલામાં દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં ઉલ્ટીઓ થવા માંડી હતી. દિપકભાઇએ તેને વિરપુર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી વિરપુર પોલીસને જાણ કરી હતી. દિપકભાઇના કહેવા મુજબ ત્રણ દિવસથી જ આ યુવાન મજૂરી કરવા આવ્યો હતો. તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. 

(11:34 am IST)