Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સોમનાથ-તાલાલા-કોડીનાર તથા ઉના બેઠકની મત ગણતરી ચાંડુવાવ સોનેચા કોલેજમાં

પ્રભાસ-પાટણ તા.૧૪ : ગીર-સોમનાથ જીલ્લામાં લોકશાહીના મહાપર્વમાં થયેલ મતદાનની મત ગણતરી તા.૧૮ રોજ ગીર-સોમનાથ જીલ્લાના વેરાવળ-જુનાગઢ હાઇવે ઉપર આવેલ શરૂઆતમાં સર્વિસ મતદારો તથા પોસ્ટલ બેલેટના મતોની ગણતરી થશે. ચાંડુવાવ પાસેના એન.જે.સોનેચા કોલેજ ખાતે યોજાશે.

સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના એમ ચારેય વિધાનસભામાં થયેલ મતદાનની ગણતરી યોજાશે. જે અંગેની તમામ તૈયારીઓને જીલ્લા કલેકટર ડો.અજયપ્રસાદ, જીલ્લા ચૂંટણી અધિકારી આર.આર.ગોહિલ તથા સિસ્ટમ સુપરવાઇઝર મનન ઠુંમરે આખરી ઓપ આપી પુર્ણ કરી ચુકયા છે.

વિધાનસભાની બેઠક દીઠ જુદા-જુદા ચાર ખંડોમાં આ ગણતરી થશે જે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે અને અંદાજે બપોરના એક સુધીમાં પરિણામ આવી જવા સંભવ છે. વિધાનસભા બેઠક વાઇઝ ૧૪ ટેબલો ગોઠવવામાં આવ્યા છે અને તમામ ટેબલો ઉપર એ.આર.ઓ.સી. મત ગણતરી સુપરવાઇઝર, મદદનીશ, માઇક્રો ઓર્બ્ઝવર અને દરેક ટેબલ દીઠ એક પટ્ટાવાળા સહિત ૬૦ જેટલો સ્ટાફ કાર્યરત રહેશે અને ચારેય બેઠકો મળી કુલ ર૪૦ કર્મચારીઓ મત ગણતરી કાર્યમાં જોડાયેલ રહેશે.

મત ગણતરીના ૧૯ રાઉન્ડ યોજાશે અને ૬૦૬ર૦૯ જીલ્લાના મતદારોએ ૧૦પ૦ ઇવીએમ મશીનમાં કરેલ મતદાનથી ઉમેદવારનું જીતનું ભવિષ્ય ખુલશે. ચારેય બેઠકોની ગણતરી સમયે ચાર ચૂંટણી ઓર્બ્ઝવર ગણતરી કેન્દ્રે ઉપસ્થિત રહેશે.

મત ગણતરી કેન્દ્રે તેમજ પરિણામ જાહેર થયા પછી કાયદો-વ્યવસ્થાની સુપેરે વ્યવસ્થા માટે જીલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે પુસ્તક અને સજ્જડ પોલીસ બંદોબસ્તનું આયોજન કરેલ છે.

(11:28 am IST)