-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
ભાવનગર : છ વર્ષની બાળા સાથે અડપલા કરવા અંગે આરોપીને ત્રણ વર્ષની સજા
ભાવનગર, તા. ૧૪ : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ (જીજી) ના ગામની પ્રાથમિક શાળામાં ૬ વર્ષની માસુમ બાળાના શરીર સાથે અડપલા કરવાનો ઘોઘા પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો, આ અંગેનો ભાવનગરના એડી. સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલિલો, આધાર-પુરાવા સાક્ષીઓ ધ્યાને રાખી આરોપી સામેનો ગુન્હો સાબિત માની ૩ વર્ષની કેદની સજા અને રૂ. ૧પ૦૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ ઘોઘાના વાળુકડ (જીજી) ગામે રહેતા ભરતભાઇ ડાયાભાઇ ખરક (ઉ.વ.ર૧) નામનો શખ્સ આ ગામમાં જ આવેલી નવસર્જરી વિદ્યાલયમાં પાર્ટ ટાઇમ શિક્ષક તરીકે નોકરી કરે છે. આ શિક્ષકે ગત તા. ૧૧-ર-ર૦૧૪ના રોજ કલાસરૂમમાં છ વર્ષની માસુમ વિદ્યાર્થીનીના શરીર સાથે અડપલા કર્યા હતા.
આ અંગે માસુમ બાળાએ ઘરે જઇ તેની માતાને જાણ કરતા તેની માતાએ ઘોઘા પોલીસ મથકમાં ઉકત શખ્સ સામે ફરીયાદ આપતા પોલીસે પોસ્કો સહિતનો ગુન્હો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ ભાવનગરના એડી. સેશન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઇ વોરાની દલિલો, સાક્ષીઓ, આધાર-પુરાવા ધ્યાને લઇ આરોપી ભરત ખરક સામેનો ગુન્હો સાબિત માની ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧પ૦૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.