Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ધોરાજીમાં હેત્વીએ પોતાના લગ્ન માટે બ્યુટી પાર્લર ચલાવી લગ્નના દિવસે ગરીબ પરિવારોને ધાબળા વિતરણ કરી માનવતા મહેકાવી

ધોરાજી તા.૧૪ : પટેલ પરિવારની દિકરીએ પોતાના લગ્ન સમયે ગરીબોને ધાબળાનું વિતરણ કરી સમાજને રાહ ચીંધી હતી.

હિરપરા વાડી ખાતે રહેતા અશ્વિનભાઇ માવાણીની પુત્રી ચિ.હેત્વીબેન માવાણીએ અનેક દિકરીઓને સમાજમાં પ્રેરણા આપે એવુ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

'દિકરી સાપનો ભારો છે...?' જે કહેવત હેત્વીએ ખોટી ડારી છે કારણ કે દિકરી બે-બે કુળ તારનારી દિકરી છે અને દિકરી વ્હાલનો દરિયો છે...જે કહેવત સાર્થક હેત્વીએ કરી બતાવી છે. હેત્વી અશ્વિનભાઇ માવાણીએ અભ્યાસ પુર્ણ કર્યા બાદ પોતાના પગભર ઉભી રહેવા હિરપરા વાડી ખાતે બિંદીયા બ્યુટીપાર્લર નામથી પાર્લર ચલાવેલ અને એ આવકમાંથી હેત્વીએ પોતાના પગભર રહી જે આવક થઇ તે પોતાના લગ્ન માટે એકત્રિત કરી અને લગ્નના દિવસે હેત્વીએ પોતે બ્યુટીપાર્લરમાંથી કમાયેલ મુડીમાંથી ગરીબ પરિવારને કડકડતી ઠંડીમાં ધાબળાનું વિતરણ કરેલ બાદ હેત્વીએ લગ્નવિધિમાં ભાગ લીધેલ હતો.

આ રીતે હેત્વી અશ્વિનભાઇ માવાણીએ બ્યુટીપાર્લરના ધંધામાંથી ભેગી કરેલી રકમમાંથી પોતાના લગ્ન નો કર્યા પણ લગ્ન પહેલા ગરીબ પરિવારોને ધાબળાનું વિતરણ કરી સમાજને મોટુ ઉદાહરણ પુરૂ પાડેલ હતુ.

(11:26 am IST)