Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિઠ્ઠલભાઇના દીર્ધાયુષ્ય માટે ચરખડીમાં લેઉવા પટેલ સમાજે કરી પ્રાર્થના

ગોંડલઃ તાલુકાના ચરખડી ગામે લેઉવા પટેલ સમાજ ખાતે ગઇરાત્રે વિઠ્ઠલભાઇ રાદડીયાના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરાઇ હતી. જેમાં સમાજના તમામ ભાઇઓ-બહેનો, યુવાનો અને બાળકોએ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી કે... વિઠ્ઠલભાઇ જલ્દીથી સાજા થઇ સમાજોયયોગી કાર્યો અને પ્રતિનિધિત્વ કરે. તે તસ્વીરોમાં પ્રાર્થના કરતા લેઉવા પટેલ સમાજના ભાઇઓ-બહેનો દર્શાય છે.

(11:24 am IST)