Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ગોંડલના શ્રીનાથગઢની કુંભાર પરિણિતા પર રમેશ બાવાજીએ દુષ્કર્મ આચર્યુ

બદનામ કરવાની અને ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી

ગોંડલ તા.૧૪ : તાલુકાના શ્રીનાથગઢ ગામે કુંભાર પરિણિતાને બાવાજી શખ્સે ધાક-ધમકાવી લઇ જઇ ત્રણવાર દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શ્રીનાથગઢ ગામે રહેતી ર૩ વર્ષીય કુંભાર પરિણિતાને ગામના જ રમેશ મોહનરામ લશ્કરી બાવાજી શખ્સે બદનામ કરવાની અને તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની ભત્રીજીના ઘરે લઇ જઇ ત્રણવાર દુષ્કર્મ આચરતા સ્તબ્ધ થઇ જવા પામી હતી. બાદમાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૭૬ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ પીએસઆઇ કે.કે.ગોહિલે હાથ ધરી હતી.

(11:21 am IST)