Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ચારૂલ અને વિનય દ્વારા લોકભારતી સણોસરા ખાતે વ્યાખ્યાન

ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે

ઇશ્વરિયા, તા. ૧૪ : લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે ગીત અને સંગીતની પ્રસ્તુતી સાથે શ્રી ચારૂલ અને વિનય દ્વારા શનિવારના વ્યાખ્યાન અપાશે.

તા. ૧૬ના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસર ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે શ્રી નાનાભાઇ ભટ્ટ વ્યાખ્યાન માળાના છપ્પનમાં મણકાના બે વ્યાખ્યાન ગીત અને સંગીતની પ્રસ્તુતિ સાથે જાણીતા સમાજસેવી ગાયક જોડી ચારૂલ અને વિનય દ્વારા અપાશે. અંતરર્નાદથી લોકનાદના સથવારે જીવનમૂલ્યો વિષય પરના આ વ્યાખ્યાન સંદર્ભે સંસ્થાના વડા રઘુવીરભાઇ ચૌધરી, અરૂણભાઇ દવે અને હસમુખભાઇ દેવમુરારી સાથે સંસ્થા પરિવાર આયોજન તૈયારીમાં રહેલ છે.

રાત્રે સાંસ્કૃતિ કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જીવન પર નાટયકૃતિ 'યુગપુરૂષ : મહાત્માના મહાત્યમ રજૂ થશે.'

(11:21 am IST)