Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ધ્રાંગધ્રાનાં કુડા ગામ પાસે સાસરેથી પિયર જતી મહિલાનું અકસ્માતમાં મોત

વઢવાણ તા. ૧૪: ધ્રાંગધ્રા તાલુકાના કુડા પાસે સાંજના સમયે રીક્ષા અને વીજ કંપનીની જીપ વચ્ચે અકસ્માત થયેલ હતો. જેમાં રીક્ષામાં બેઠેલા વિજુબેન શીધાભાઇ ઠાકરોને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયું હતું. મૃતક મહિલા ધોળી ગામેથી પિયર કુડા ગામે આવતા હતા તે દરમિયાન અકસ્માતમાં મોત થતા બનતા શોકનો માહોલ છવાઇ ગયો હતોે.

રીક્ષામાં બેઠેલા અન્ય મુસાફરો રણજીતભાઇ એલ. ઠાકોર, નરશીભાઇ પ્રેમજીભાઇ ઠાકરો, મધુબેન ખોડાભાઇ નં. ઇજાગ્રતને તાત્કાલીક ૧૦૮ દ્વારા તાત્કાલીક ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતા.

આ અકસ્માતના સમાચાર મળતા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ ગજુભા ઝાલા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેના ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:20 am IST)