Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વિસાવદરના ખાંભાગીરમાં જુગાર રમતા પ શખ્સોની ધરપકડ

જુનાગઢ તા.૧૪ : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. રાજકુમાર પાંડીયનની સુચનાથી મળેલ બાતમીના આધારે આર.આર.સેલના પી.એસ.આઇ. ડી.બી.પીઠીયા તથા સ્ટાફના મુકેશ પટેલ ગિરૃભા વાઘેલા, સાજીદખાન, પદુભા ચુડાસમા સહિતનાએ વિસાવદરના ખાંભાગીર ગામે જુગાર અંગે દરોડો પાડયો હતો.

જેમાં ઉમર વજીર, જુમ્મા ઇસ્માઇલ કડવા પોપટ કોટડીયા, શાહબર્ક ઉર્ફે બકુલ ગુલમામદ, મયુર નાગજી ડોબરીયા,રે.બધા ખાંભાગીરીના પાંચેય શખ્સોને ૩૮૭૮૧૦ ના મુદામાલ સાથે ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

(8:47 am IST)