Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાજકોટ જિલ્લાના ધોરાજી માં ધોધમાર બે ઈંચ વરસાદ : કાલાવાડ પંથક અને જામનગરના ખાવડી રિલાયન્સ આસપાસ મેઘરાજા તૂટી પડ્યા : સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલટો પાકને ભારે નુકસાન

રાજકોટ જિલ્લાના ધોરાજી માં ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે કાલાવાડ પંથક અને જામનગરના ખાવડી રિલાયન્સ આસપાસ મેઘરાજા તૂટી પડ્યા છે

      આજે બપોર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જુનાગઢ કચ્છ જામનગર કાલાવડ પંથકમાં મેઘરાજા તૂટી પડ્યા હતા કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

    જામનગરના ખાવડી રિલાયન્સ એસ્સાર ન્યારા વચ્ચે જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડયો હતો અને કરા પણ પડયા હતા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ હરીપર સરવાણીયા છતર ખીજડીયા સહિતના ગામોમાં બરફના કરા સાથે અંધાધૂંધ વરસાદ વરસ્યો હતો જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે

  રાજકોટમાં પણ આજ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઝાપટાં રૂપે વરસાદ થોડા થોડા સમયે વરસી રહ્યો છે

કચ્છમાં પણ લખપત નખત્રાણા અંજાર ભુજ સહિતના વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડતાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું

(8:38 pm IST)