Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જામનગરથી રિલાયન્સ , એસ્સાર , ન્યારા સુધી બરફના કરા સાથે જોરદાર વરસાદ : વાવાઝોડું ફુંકાયું : કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ ચાલુ છે કાલાવડ તાલુકાના નવાગામ,હરીપર,સરવાણીયા ,છત્રર ,ખીજડિયા ,સહિતના ગામોમાં બરફના કરા સાથે અંધાધૂંધ વરસાદ ચાલુ છે

જામનગરમાં પણ ફરી વરસાદ ચાલુ છે જામનગર-ખાવડી-રિલાયન્સ-એસ્સાર ન્યારા વચ્ચે વાવાઝોડા સાથે બરફના કરા પડ્યા છે સાથે વરસાદ ચાલુ છે

  આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે વાવાઝોડા સાથે વરસાદ પડતા લોકો ચિંતામાં મુકાયા છે બીજીતરફ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે

(7:02 pm IST)