Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

જામનગરમાં વિજશોક લાગતા પરિણિતાનું મોતઃ ઘર કંકાસથી ત્રસ્‍ત થઇ યુવાનનો આપઘાત

જામનગર તા. ૧૪ : અહીં પંચેશ્વર ટાવર પાસે રહેતા કેવલભાઇ હરેશભાઇ શાહ ઉ.ર૬ એ સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે.  મમતાબેન કેવલભાઇ શાહ ઉ.૩૦, રે.પંચેશ્વર ટાવર રોડ ત્રિશાલી પાઉભાજી સામે, મુનીસુત એપાર્ટમેન્‍ટ, ત્રીજા માળે, જામનગરવાળાને ઘરમાં વીજશોક લાગતા મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

અહી ડેન્‍ટલ હોસ્‍પીટલ આગળ રહેતા અતુલભાઇ ડાયાભાઇ જાડેજા ઉ.રપ એ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે. જોગવડ પાટીયા પાસે અતુલભાઇ ડાયાભાઇ જાડેજા, ઉ.રપ, રે.ડેન્‍ટલ હોસ્‍પીટલથી આગળ નર્સીંગસંકુલ બ્‍લોક નં.૯ર/૧૪ જામનગરવાળાના ઘરમાં છેલ્લા થોડા સમયથી ઘર કંકાસના ઝઘડાએ ચાલતા હોય તથા આ કામ ધંધો બરોબર ચાલતો ન હોય જેથી તેઓને અતી ચિંતા થતી હોય જે ચિંતાને લીધે જોગવડ પાટીયા પાસે પાકમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી અડધી બોટલ જાતે પી લેતા સારવાર બાદ મૃત્‍યુ નિપજેલ છે.

પૈસાની ઉઘરાણી કરતા છરી વડે હુમલો

અહીં સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં હિરેનભાઇ હર્ષદભાઇ બોરસાણીયાએ ફરીયાદ નોંધાવી છે  કે, ફરીયાદી હિરેનભાઇએ શૈરૂભાઇ પાસે પૈસા માગતા હોય જે પરત આપતા  ન હોય તેથા શેરૂભાઇએ ફરીયાદીને સાધના કોલોની પહેલો ગેઇટ પાસે, રણજીત સાગર રોડ, જામનગરમાં મળી જતા પૈસાની માંગણી કરતા શેરૂભાઇએ ભુંડી ગાળો બોલી તથા શેરૂભાઇનો દિકરો ભરતભાઇ, રાજુભાઇ, એક અજાણ્‍યો ઇસમ એ ફોન કરી ફરીયાદી હિરેનભાઇને બોલાવી આરોપી ભરતભાઇએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને ડાબા હાથમાં એક ઘા મરી નીચે પછાડી દઇ તથા આ કામના આરોપી રાજુભાઇએ પોતાની પાસે રહેલ લોખંડના પાઇપ વડે તથા ઇસમે ઢીકાપાટુનો માર મારી શરીરે જેમ તેમ મારી મુંઢ ઇજા કરી તથા શેરૂભાઇએ પોતાના પેન્‍ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદી હિરેનભાઇને ડાબા પગના નરાના ભાગે મારતા લોહીની ફુટ ઇજા કરી તથા આરોપી શેરૂભાઇએ જતા જતા આજે તો બચી ગયો બીજીવાર ભેગો થઇશ તો જાનથી પતાવી દઇશ તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલો સાથે ઝડપાયો

સીટી સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હર્ષદભાઇ દલપતભાઇ પરમારએ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતનગર બાપા સીતારામની મઢુલી પાસે જયસુભાઇ રામજીભાઇ ચૌહાણ પોતાના કબ્‍જા ભોગવટાની બ્‍લેક કલરની હીરો હોન્‍ડા મોટર સાયલ જેના રજી.નં.જી.જે.૧૦-એ.ઇ.-પર૪ર, કિંમત રૂા.ર૦,૦૦૦ વાળી ઇંગ્‍લીશ દારૂની શીલબંધ બોટલ નંગ-ર, કિંમત બારોટ, રે. જામનગરવાળા ફરાર થઇ ગયેલ.

આંકડા લખતા બે ઝડપાયા

સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરરાજસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, નવીનિવાસ સુરેશ બુક સ્‍ટોર પાસે પ્રવિણ હરીશંકર શુકલ, કિશોર મથુરદાસ દાવડા, રે. જામનગરવાળા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા રોકડા રૂા.ર૪પ૦ સાથે રેઇડ દરમ્‍યાન ઝડપાઇ ગયેલ છે.

હાપા રોડ ઉપરની મોટર સાયકલ ચોરાયાની રાવ

સીટી એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં અબ્‍દુલસતાર કાસમભાઇ લખાનાએ ફરીયાદ નોંધાવી છે. કે તા.ર૩/૧/૧૯ ના હાપા રોડ અમન સોસાયટીમાં ફરીયાદી અબ્‍દુલ સતારભાઇએ પોતાનું હીરો કંપનીનું મોટર સાયકલ સીલ્‍વર કલરનું જેના રજી.નં. જીન.ે૧૦ સી.જ.ે૬૯૩૩ નું પાર્ક કરેલ જે કોઇ અજાણ્‍યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે

(3:50 pm IST)