Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

શિવમ નામના બાળકના પરીવારને લગતી કોઈપણ માહિતી મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરો

ભાવનગર ,તા.૧૪:ગવર્નમેન્‍ટ ઓફ NCT દિલ્‍હી આશા કિરણ હોમ ફોર મેન્‍ટલી ચેલેન્‍જ સંસ્‍થાના સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટશ્રી તરફથી ગુજરાત સરકારંના ગૃહ વિભાગને જાણ કરી જણાવવામા આવેલ છે કે શિવમ નામના આ બાળક કે જેની ઉમર તા.૭મી ઓક્‍ટોબર,૨૦૧૧ ના રોજ ૧૨ વર્ષ હતી તેની ઉચાઈ 4’1/2” ફુટ, ચહેરો ગોળ, સ્‍વેત રંગ, તેના કપડા સફેદ લાલ કલરનો શર્ટ તથા સફેદ લાઈન સાથેનુ લીલા કલરનુ પેન્‍ટ પફેરેલ હતુ. આ બાળક બોલી શકવા તેમજ તેના પરીવાર વિશેની માહિતી સમજાવવા અસમર્થ હોય આ બાળકને હાલ ગવર્નમેન્‍ટ ઓફ NCT દિલ્‍હી આશા કિરણ હોમ ફોર મેન્‍ટલી ચેલેન્‍જડ્‍ પર્સન્‍સ ડિપાર્ટમેન્‍ટ ઓફ સોશ્‍યલ વેલ્‍ફેર અવંતીકા રોહિણી સેક્‍ટર ૧, દિલ્‍હી ખાતે રાખવામા આવેલ છે. જે કોઈ પણ વ્‍યક્‍તિને આ બાળકના પરીવારને લગતી કોઈપણ માહિતી મળે તો તાત્‍કાલીક નજીકના પોલીસ સ્‍ટેશન તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ભાવનગરના ફોન નં. ૦૨૭૮-૨૫૨૦૩૫૦ તેમજ મહિલા પોલીસ સ્‍ટેશનના ફોન નં. ૦૨૭૮-૨૫૧૮૦૯૪ પર તાત્‍કાલીક સંપર્ક કરવા શ્રી કે.જે.રાણા પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર, મહિલા પોલીસ સ્‍ટેશન, ભાવનગર દ્વારા જણાવાયુ છે.

 

(3:48 pm IST)