Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સાવરકુંડલાનાં જેસર રોડ ઉપર ર સગાભાઇના અકસ્‍માતમાં મોતથી અરેરાટી

અમરેલી તા. ૧૪ :.. સાવર કુંડલા જેસર રોડ સહયોગ સોસાયટીમાં રહેતા નાનજીભાઇ ડાભીના ત્રણ દિકરા સાથે બે મિત્રો ભગુડા માતાજીન દર્શન કરવા ગઇકાલે ગયેલ હોઇ દર્શન કરીને પરત ફરતાં સાવરકુંડલાના જેસર રોડના ગેટ પાસે ભયંકર ખાડામાં ગાડી ઘરતા પોતાની કારનું કાબુ ગુમાવી દીધું હતું.

કારમાં પાંચ વ્‍યકિતઓ સવાર હતા રાતના બાર વાગ્‍યા આસપાસ ગાડી બેકાબુ થતા ડ્રાઇવરે કાબુ ગુમાવતા ડીવાઇડર સાથે અથડાતા કાર ત્રણ ગડથોલીયા મારી જતા રોડની બાજુમાં ઝૂંપડા માથે ફંગોળીયા ગઇ હતી ઝૂંપડામાં રહેતા મૂર્તિ બનાવનાર પાંચ સભ્‍ય ગઇકાલે બહારગામ ગયેલ હોવાથી સદનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો મરનાર સગા બને ભાઇઓ હતા.

બન્‍ને ભાઇઓ લુહારી કામ કરી તેમનું ગુજરાન ચલાવતા હતા મરનાર મહેશભાઇ જીંજુવાડીયા ઉ.ર૪, મહેશભાઇ જીંજુવાડીયા ઉ.ર૬, ઘટના સ્‍થળે મોત નિપજયું હતું.

બનાવની જાણ થતાં સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી બંને મૃતકોને પીએમ માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ જયારે ત્રણ ઘાયલ વ્‍યકિતને ૧૦૮ મારફતે હોસ્‍પીટલે ખસેડવામાં આવ્‍યા હતાં.

(3:47 pm IST)