Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સંસ્‍કૃત ભારત સંગઠનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષપદે ગોપનાથ મિશ્રાની વરણી

સંમેલનમાં વિશ્વનાં ૨૩ દેશોએ, ભારતભરમાંથી ૪૩૦૦ લોકોએ અને ગુજરાતભરમાંથી ૧૮૨ જેટલા સંસ્‍કૃત પ્રેમીઓ તથા ૧૨ જેટલા સંસ્‍કૃત પરિવારનાં સભ્‍યો જોડાયા

વેરાવળ, તા.૧૪: ‘વિશ્વે સંસ્‍કૃત' ધ્‍યેય વાકય લઇને ચાલતા સંસ્‍કૃત ભારતી સંગઠન દ્વારા નવી દિલ્લી ખાતે તા.૦૯ થી ૧૧ નવેમ્‍બર,૨૦૧૯ દરમ્‍યાન સંસ્‍કૃત વિશ્વસંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. આ સંમેલનમાં વિશ્વનાં ૨૩ દેશોએ, ભારતભરમાંથી ૪૩૦૦ લોકોએ અને ગુજરાતભરમાંથી ૧૮૨ જેટલા સંસ્‍કૃત પ્રેમીઓ તથા ૧૨ જેટલા સંસ્‍કૃત પરિવારનાં સભ્‍યો જોડાયેલા હતા. જેમાં વેરાવળ સ્‍થિત શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી પ્રો.ગોપબંધુ મિશ્ર, કુલસચિવશ્રી ડો.દશરથ જાદવ તથા અધ્‍યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો તેમજ યુનિવર્સિટીના પ્રચાર-પ્રસાર માટે સંમેલનમાં યુનિવર્સિટીની પ્રદર્શની તૈયાર કરવામાં આવેલ હતી.

ᅠᅠᅠᅠᅠᅠᅠ વિશ્વ ફલક પર સંસ્‍કૃત માટે કાર્ય કરતી સંસ્‍કૃત ભારતીનાં આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો.ગોપબંધુ મિશ્રજીને સંસ્‍કૃત ભારતી સંગઠનનાં આગામી ૩ વર્ષ માટે રાષ્ટ્રીય અધ્‍યક્ષ તરીકે દ્યોષિત કરવામાં આવેલ છે. માનનીય કુલપતિશ્રી પ્રો.ગોપબંધુ મિશ્રજીની રાષ્ટ્રીય અધ્‍યક્ષ તરીકે પસંદગી થતાં સંસ્‍કૃત જગત ખુશ થયેલ છે. ગુજરાત રાજય તેમજ તેમને ᅠશ્રી સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટીનું ભારત અને વિશ્વમાં ગૌરવ વધારેલ છે.

(3:47 pm IST)