Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

પૂ. મોરારીબાપુ દ્વારા ગણિકાઓની ર પુત્રીઓ સહિત રર દિકરીઓના સમુહલગ્ન

ભાવનગર -કુંઢેલી તા. ૧૪ : પૂ.મોરારિબાપુ પોતાના પેંત્રિકગામ તલગાજડામાં  સર્વસમાજની  દિકરીઓનો લગ્નોત્‍સવ પ્રતિવર્ષ કારતકબીજના રોજ છેલ્લા એક દાયકાથી યોજાઇ રહ્યો છે. આજે તા.૧૪ને ગુરૂવારે આ લગ્નોત્‍સવ તલગાજરડા ખાતે યોજાઇ રહ્યો છે.જેમાં સમાહિત રર દિકરીઓ પૈકીની બે દિકરીઓ ચિ. ચાંદની અને ચિ. રાધા ગણિકાપુત્રીઓ છે અને તેને લગ્નોત્‍સવમાં સામેલ કરીને પોતાની માનસુ સુપુત્રીઓને સમાજની સાંપ્રત ધારામાં લઇ આવવા નવી પહેલ કરી છ.ે

અત્રે યાદ રહે કે પૂ. મોરારિબાપુએ અયોધ્‍યા ખાતે યોજેલી માનસ ગણિકા રામકથામાં સમાજથી તિસ્‍કૃત મહિલા વર્ગ ગણિકાઓ તે પોતાની સામાજીક, કૌટુંબિક જવાબદારીઓ પૂ મોરારીબાપુએ ઉઠાવવા તૈયારી બતાવી હતી અને સાદ પાડયો હતો કે તલગાજરડા તમારાબાપનુ ઘર છ.ે ગમે ત્‍યારે તેના દરવાજા તમારા માટે ખુલ્લા છે. આ સાદ જીલાયો અને ગણિકા માટે કામ કરતી રેસ્‍કયુ ફાઉન્‍ડેશ, મુંબઇની આ બન્‍ને દિકરીઓ તા.૧૪ને ગુરૂવારે પ્રણય ગ્રંથીથી જોડાઇને સમાજની મૂખ્‍યધારામાં પ્રવાહિત થશે.

પૂ. મોરારીબાપુ દ્વારા દરવર્ષે આ નિયત તિથિએ તલગાજરડા ગામની સર્વસમાજની દિકરીઓ માટે સમુહ લગ્નોત્‍સવનું આયોજન ચિત્રકુટધામ, તલગાજરડા ગામે ખાતે થાય છ.ે

(3:44 pm IST)