Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કાલે ખંભાળિયા બેરાજામાં વીજ સબ સ્ટેશન અને પીર લાખાસરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પુનમબેન માડમના હસ્તે ભુમીપુજન

ખંભાળિયા તા.૧૪ : તાલુકાના બેરાજા ગામ, મીકલીયા બેટ વિ. ગામોમા વીજપ્રશ્ને ભારે દેકારો થયો હતો. આ મુદે વીજ કચેરીને તાળાબંધી થઇ હતી તથા છેક ગાંધીનગર સુધી ફરીયાદો થઇ હતી.

આ સંદર્ભમાં ખંભાળિયાના વતની રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ રાજયના ઉર્જામંત્રીશ્રીનું આ અંગે ધ્યાન દોરતા તેમણે તાકીદે બેરાજા ગામે ૬૬ કે.વી. સબ સ્ટેશન મંજુર કરી દીધુ હતુ કે જેથી વીજ પ્રશ્નો હલ થઇ શકે જે સબ સ્ટેશનનું આવતીકાલે ભુમીપુજન સાંસદ પુનમબેન માડમના હસ્તે થશે.

બારાડી બેરાજા ગામે બપોરે ૧ર કલાકે યોગીનગર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અધિક્ષક ઇજનેરશ્રી એસ.વી. સેલાણીએ નિમંત્રણ આપ્યુ છે. તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ તથા પ્રદિપસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી છે.

પીર લાખાસર ગામે રાજય સરકારની યોજનામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ર૦ આવાસો મંજુર થતા આ આવાસોનું ભુમિપુજવન ૧પ-૧૧-ર૦૧૯ના રોજ આવતીકાલે સાંસદ પુનમબેન માડમના હસ્તે કાર્યક્રમ યોજાયો છે. જેમાં આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

(12:51 pm IST)