Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત કુંડલા યાર્ડમાં અગ્રણીઓની મીટીંગ મળી

અમરેલી ખાતે યોજાનાર સંમેલનમાં ઉમટી પડવા હાકલ

સાવરકુંડલા, તા. ૧૪ :  ૧૪ થી ર૦ નવેમ્બરના સપ્તાહ સંમેલનના સંદર્ભ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે સહકારી અગ્રણીઓની મિટીંગ મળી હતી.

આ મીટીંગમાં માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન મનજીભાઇ તળાવીયાએ જણાવેલ હતું કે ગ્રામ્ય વિસ્તારમાં સહકારી વહીવટ કરવો તે ઘણી કઠીન બાબત ગણાય ત્યારે સહકારી બાબતે માહિતગાર બનવા આવતી ર૦ મી નવેમ્બરના રોજ અમરેલી ખાતે મળનારૂ મહાસહકારી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી.

આ પ્રસંગે કોઠીયાએ સહકારી બાબતે સંકળાયેલા તમામને સહકારી વહીવટથી માહિતગાર કરેલ હતા.

આ પ્રસંગે રાઘવજીભાઇ સવાલીયા, લાલભાઇ મોર, ચેતનભાઇ માલાણી, જશુભાઇ ખુમાણ, શરદભાઇ પંડયા, દુલ્લાભાઇ ઉકાણી, રમેશભાઇ રાદડીયા, જીતેન્દ્રભાઇ વ્યાસ (મેનેજર નાગરિક બેન્ક) વિગેરે સહકારી મંડળીના પ્રમુખ-મંત્રીઓ ગ્રામ્ય વિસ્તારના સરપંચો માર્કેટીંગ યાર્ડના ડીરેકટરો ખરીદ વેચાણ સંઘના ડીરેકટરો નાગરિક બેન્કના ડીરેકટરો તેમજ સહકારી ક્ષેત્ર સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(12:48 pm IST)