Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સુરેન્દ્રનગર જિલ્લાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની રજૂઆત

જિલ્લા કલેકટર કચેરીએ રેલી સાથે જઇ કલેકટરને આવેદન પાઠવ્યુંજિલ્લા કલેકટર કચેરીએ રેલી સાથે જઇ કલેકટરને આવેદન પાઠવ્યું

વઢવાણ તા.૧૪ : સુરેન્દ્રનગર જિલ્લા માં ગત વર્ષ દરમિયાન ખૂબ વરસાદ પડયો છે.ત્યારે જિલ્લા ના મોટા ભાગ ના તાલુકાઓ માં ૧૭૦ ! વરસાદ પાડવા ના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખેડૂતો આર્થિક અને વરસાદ ના કારણે ઉભા પાક નું ધોવાણ નુકસાન ના પગલે માનસિક રીતે પણ ભાગી પડ્યા છે.ત્યારે થોડા દિવસ પહેલા થોડી સહાય ખેડૂતો ને ચૂકવવા માં આવતા ખેડુતો ને રાહત થઈ છે.છતાં પણ હજુ જિલ્લા ના ખેડૂતો ને નુકસાન વધુ હોવા ના કારણે આર્થિક રીતે ઉભા થવા માં બે ત્રણ સારી એવી ખેતી માં સિઝન આવી જરૂરી બની છે.

ત્યારે હજુ પણ સરકાર દવારા ખેડૂતો ની આર્થિક પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ વધુ માં વધુ રકમ ખેડૂતો ને ચૂકવા માં આવે અને જિલ્લા માં વધતી બેરોજગારી અને જિલ્લા માં આર્થિક મદી ના પગલે આજે સુરેન્દ્રનગર જિલ્લા કાંગ્રેસ મેદાને આવી છે.અને સુરેન્દ્રનગર જિલ્લા કાલેકટર ને ખેડૂતો સાથે રેલી યોજી રજુઆત પણ કરવા માં આવી છે.

ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેર્સં સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ,જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ,તાલુકા પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદારશ્રીઓ,તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શહેર પ્રમુખશ્રીઓ,શહેર સમિતિના હોદ્દેદારશ્રીઓ,સેલના પ્રમુખશ્રીઓ, સેલના હોદ્દેદારશ્રીઓ, અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના તમામ આગેવાનશ્રીઓ અને કાર્યકરોને આપણા રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીજી, પ્રભારિશ્રી રાજીવ સાતવજી અને પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાજી ની સૂચનાથી સમગ્ર દેશ્માં પ્રવર્તમાન પરિસ્થિતિ ને લઈને જેવી કે ખેડૂતોની બેહાલ સ્થિતિ, બેરોજગારી, આર્થીકમંદી,મોંઘવારી,ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરર્વાં જેવી અનેક લોકોની સમસ્યાઓને લઈને ર્ંજનવેદના આંદોલર્નં કરવાની સુચના મળેલ હતી. તેના અનુસંધાને આ કાર્યક્રમમાં જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા.

(12:03 pm IST)